શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના સહયોગથી એચ.સી.એફ. હોસ્પિટલ દ્વારા “દ્રષ્ટિ તમારી સંભાળ અમારી” સૂત્રને સાકાર કરવા માટે આઈ ચેક અપ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પનું આયોજન શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કેમ્પમાં બાલમંદિરના નાના ભૂલકાઓથી લઈને ધોરણ ૧૨ સુધીના કુલ ૨૮૨૬ જેટલા વિદ્યાર્થીઓની વિનામૂલ્યે આંખની તપાસ કરવામાં આવી જેમાં ૪૬૦ વિદ્યાર્થીઓને આંખમાં નંબર હોવાથી નિ:શુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા, તેમજ ૧૭ જેટલા વિદ્યાર્થીઓને આંખમાં પ્રોબ્લેમ હોવાથી વિશેષ સારવાર માટે વાલીને બોલાવી વાલી સાથે ચર્ચા કરી નિશુલ્ક વિશેષ સારવાર કરાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.