શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર તેમજ અતિથિ વિશેષ તરીકે રેણુકાબેન દવે સરખેજ વોર્ડના કાઉન્સિલર જયાબેન દેસાઈ અલકાબેન શાહ મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. “નારી તું નારાયણી” અને “નારી તું નર તારિણી” આવા સ્લોગનને સિદ્ધ કરવા માટે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ એક નાટક રજૂ કર્યું હતું અને આપણી સંસ્કૃતિમાં સદાય નારીને સન્માન આપવામાં આવતું હતું આપવામાં આવે છે અને આપવામાં આવશે તેવી ભાવના નું બાળકોમાં સિંચન થાય તે માટેના વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બે શિક્ષિકા બહેનો તેમજ બે વાલી બહેનોએ વક્તવ્ય રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કરી તમામ બાળકોમાં મહિલા પ્રત્યે સન્માનની દ્રષ્ટિ અને પૂજા નો ભાવ ઉદભવે તે રીતનું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું.