આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે સેવી લીધી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
ગુજરાતમાં ઉનાળાએ એન્ટ્રી કરી લીધી છે ત્યારે રાજ્યમાં શરુઆતથી જ ગરમીએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે સેવી લીધી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર ગયો હતો.
ગુજરાતમાં ઉનાળાની શરુઆતથી જ ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્યમાં લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રીથી લઈને મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી પહોંચ્યું હતું. ૪૧.૮ ડિગ્રી સાથે સુરત રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે રાજકોટ અને દીવ ૪૧.૭ ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યા હતા. જ્યારે ભૂજમાં ૧૬.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં અત્યારે ગરમી વધવા લાગી છે ત્યારે મેગાસિટી અમદાવાદમાં પણ ગરમીની અસર વર્તાઈ રહી છે. ઘરો અને ઓફિસોમાં પંખા અને એસી ચાલું થઈ ગયા છે. રસ્તાઓ ઉપર લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર ગયું છે. આગામી દિવસોમાં હજી પણ ગરમીનો પારો ઉચકાશે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | ૪૦.૪ | ૨૦.૮ |
ડીસા | ૩૯.૧ | ૨૦.૩ |
ગાંધીનગર | ૪૦.૪ | ૧૮.૮ |
વિદ્યાનગર | ૪૦.૯ | ૨૨.૦ |
વડોદરા | ૩૯.૮ | ૨૧.૮ |
સુરત | ૪૧.૮ | ૨૪.૫ |
વલસાડ | – | – |
દમણ | ૩૬.૬ | ૧૯.૪ |
ભૂજ | ૪૨.૦ | ૨૧.૬ |
નલિયા | ૪૦.૨ | ૧૬.૮ |
કંડલા પોર્ટ | ૩૫.૬ | ૨૧.૬ |
કંડલા એરપોર્ટ | ૩૯.૬ | ૨૦.૪ |
અમરેલી | ૪૦.૦ | ૨૦.૦ |
ભાવનગર | ૩૯.૨ | ૨૧.૦ |
દ્વારકા | 33.૬ | ૨૩.૦ |
ઓખા | ૩૧.૦ | ૨૪.૦ |
પોરબંદર | ૩૯.૨ | ૧૭.૫ |
રાજકોટ | ૪૧.૭ | ૨૦.૫ |
વેરાવળ | ૩૬.૯ | ૨૩.૦ |
દીવ | ૩૯.૪ | ૧૯.૫ |
સુરેન્દ્રનગર | ૪૧.૭ | ૨૨.૦ |
મહુવા | ૪૦.૪ | ૧૯.૧ |
કેશોદ | ૪૦.૮ | ૧૯.૯ |
ગુજરાતના આટલા જિલ્લાઓમાં હિટવેવની આગાહી
માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર,જૂનાગઢ, મોરબી, અમરેલી અને કચ્છ અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.