એરપોર્ટ પર ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત.
બઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડને કારમો પરાજય આપી ભારતે સાબિત કર્યું હતું કે ક્રિકેટનું કિંગ ભારત જ છે. ટ્રોફી જીત્યા પછી, ભારતીય ટીમના ઘણા ક્રિકેટર હવે પોતાના દેશ પાછા ફર્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યર અલગ-અલગ મુંબઈ પહોંચ્યા હતા. જ્યારે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા દિલ્હી પહોંચ્યા હતા. અક્ષર પટેલ અમદાવાદ પહોંચ્યા. વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ પહોંચ્યા હતા.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચાહકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રોહિત શર્માને કાળા ટી-શર્ટ, વાદળી ટોપી અને વાદળી જીન્સમાં એરપોર્ટ પર આવતા જોઈને ચાહકોએ નારા લગાવવાના શરૂ કરી દીધા. રોહિતે પણ હાથ ઉંચો કરીને ચાહકોના અભિવાદનનો સ્વીકાર કર્યો. મુંબઈ ઈન્ડિયન્સે X પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું- આલા રે….
રોહિતનો બીજો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો જેમાં તે તેની પુત્રી સમાયરાને ખોળામાં પકડી રાખેલો જોવા મળે છે. તેમની પત્ની રિતિકા સજદેહ તેમની પાછળ પાછળ આવી રહી છે. આ દરમિયાન ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રોહિતને જોયા પછી ખૂબ નારા લાગ્યા. એરપોર્ટ સુરક્ષા અને CISF ને તેમને એસ્કોર્ટ કરવા પડ્યા.