ટ્રેન હાઈજેક બાદ BLAની ચીન-પાકિસ્તાનને ધમકી

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટેનને હાઈજેક કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલાને અંજામ આપનાર બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાની સૈન્ય જાણે લાચાર દેખાઈ રહ્યું છે. 

baloch-militants-hijack-train-in-pakistan-take-120-hostages-6-soldiers-killed  | പാക്കിസ്ഥാനില്‍ ട്രെയിന്‍ തട്ടിയെടുത്ത് 450 യാത്രക്കാരെ ബന്ദികളാക്കി  ഭീകരര്‍: ആറ് സൈനികരെ ...

BLA દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી આપી દેવામાં આવી છે. BLAનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાનના લોકો તેમના જીવ બચાવવા માગતા હોય તો બલૂચિસ્તાન છોડીને જતા રહે. જાફર એક્સપ્રેસમાં ૫૦૦ થી વધુ મુસાફરો સવાર છે જેમાં સૈન્ય અધિકારીઓની સંખ્યા વધારે છે. ૧૮ કલાક વીતી જવા છતાં હજુ સુધી તમામ બંધકોને મુક્ત કરાવવામાં સફળતા મળી નથી. 

Pak Train Hijack: Rescue Train With Heavy Forces, Doctors Rushed From  Quetta For Rescue Operation | Republic World

બીજી બાજુ એવા અહેવાલ આવ્યા હતા કે પાકિસ્તાની સૈન્યએ ૧૦૪ બંધકોને મુક્ત કરાવી લીધા છે. આ ઓપરેશન દરમિયાન ૧૬ આતંકીઓને ઠાર મરાયાનો દાવો પણ કરાયો હતો. જ્યારે BLA તરફથી પણ એવો દાવો કરાયો છે કે અમે પાકિસ્તાની સૈન્યના ૩૦ જવાનોને ઠાર કરી દીધા હતા. 

BLA hijacked train in Pakistan | BLA Train Hijack

બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. ૧૯૪૮ થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. BLA બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે. BLA ની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. BLA તેનો વિરોધ કરે છે.

Opened fire, blew up track: How BLA militants hijacked train in Pakistan's  Balochistan - The Times of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *