રાજકોટ: ૨૬ માર્ચે કેકેવી બ્રિજ નીચે ગેઈમ ઝોનનું લોકાર્પણ

સીએમ ના હસ્તે ૬૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ


ઘંટેશ્વરથી કોરાટ ચોક સુધીના રસ્તાને ૧૦૦ કરોડના ખર્ચે ડામરકામ શરૂ કરાશે: મવડીમાં ૨૨.૩૪ કરોડનું સ્પોર્ટસ સંકુલનું ઉદ્ઘાટન કરશે મુખ્યમંત્રી
ચૂંટણીનું વર્ષ હોય ત્રણેય ઝોનમાં
વિકાસ’ની વણઝાર કરશે શાસકો

Rajkot City : History, Culture and Tourist Places #rajkot #rajkotcity # gujrat #travel - YouTube

રાજકોટ મહાપાલિકામાં ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો એક બાદ એક વિકાસકાર્યોની ભેટ’આપતાં થઈ ગયા છે ત્યારે ૧૩ દિવસ બાદ એક સાથે ૬૦૦ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કટારિયા ચોકડીએ ૧૬૭.૨૫ કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજ બનશે તેવી જાહેરાત મહિનાઓ અગાઉ કરી દેવાયા બાદ તેના કામનું મુહૂર્ત આવી રહ્યું ન હોય હવે શાસકોએ ૨૬ માર્ચે મુખ્યમંત્રીના હસ્તે બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જેનો ભારે વિરોધ થયો હતો તે કેકેવી બ્રિજની નીચે ગેઈમ ઝોનનું લોકાર્પણ કરવામાં આવશે.

આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ત્રણેય ઝોનમાં મુખ્યમંત્રીના હસ્તે ૬૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં મહાપાલિકા અને રૂડા એમ બન્નેના કામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. વિકાસકાર્યો ઉપર નજર કરવામાં આવે તો મહાપાલિકા દ્વારા ઘંટેશ્વરથી કોરાટ ચોક સુધીના રસ્તાને ૧૦૦ કરોડના ખર્ચે ડામરકામ કરવાનું નક્કી કરાયા બાદ તે કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરશે. આ ઉપરાંત મવડીમાં ૨૨.૩૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બન્યું છે તેનું ઉદ્ઘાટન પણ ૨૬ માર્ચે જ કરી દેવાશે.

એકંદરે ચૂંટણીનું વર્ષ હોવાથી સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોન એમ ત્રણેયમાં વિકાસકાર્યોની `વણઝાર’ કરવાના મૂડમાં શાસકો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. કટારિયા ચોકડીએ આઈકોનિક બ્રિજ ઉપરાંત અન્ય બ્રિજને પણ પહોળા કરવા સહિતના કામો ખાતમુહૂર્ત માટે સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ટૂંક સમયમાં મહાપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *