અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સ ફરી કેમ અટકી ગયા ?

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ છે. અંતરિક્ષમાં ૯ મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને મોટી આશા હતી. અમેરિકાની સ્પેસ એજન્સી નાસ સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-૧૦ નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-૧૦ નું લૉન્ચિંગ ટાળવું પડ્યું છે .

NASA astronauts Sunita Williams and Butch Wilmore start return home

નાસાએ કહ્યું કે, ક્રૂ-૧૦માં હાઇડ્રોલિક સિસ્ટમમમાં તકલીફના કારણે લૉન્ચિંગ રોકવું પડ્યું છે.
હવે ક્રૂ-૧૦ ગુરૂવારે (૧૭ માર્ચ) લૉન્ચ થઈ શકે છે. જોકે, આ તારીખ પણ નક્કી નથી અને હવામાન સહિત અન્ય પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. ક્રૂ-૧૦, સ્પેસએક્સની હ્યુમન સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું ૧૦મું ક્રૂ રોટેશન મિશન છે.
સુનિતા વિલિયમ્સને વાપસી માટે હજુ રાહ જોવી પડશે

Sunita Williams, Stuck In Space Since June Last Year, Expresses Desperate  Desire To Return To Earth: 'Want To Go Home'

ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતાની વાપસી માટે ક્રૂ-૧૦ મહત્ત્વપૂર્ણ છે કારણકે, તેનો હેતુ ક્રૂ-૯ ની જગ્યા લેવાનું છે. ક્રૂ-૯ દ્વારા જ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ગયા હતાં. નાસાએ પહેલાં જ કહ્યું હતું કે, ક્રૂ-૯ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી ત્યારે જ પરત આવી શકે છે, જ્યારે ક્રૂ-૧૦ અંતરિક્ષમાં લૉન્ચ થઈ જાય.

SpaceX's latest setback as Elon Musk Falcon 9 rocket launch is delayed again  - Mirror Online

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રસ લઈ રહ્યાં છે. તેમણે સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કને આ જવાબદારી સોંપી છે.

SpaceX fails to repeat Starship booster catch as Trump looks on

ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે, બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધાં છે. પરંતુ, મેં તેમને પરત લાવવા માટે ઈલોન મસ્ક સાથે વાત કરી છે અને મસ્કે આ માટે પોતાની સંમતિ પણ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *