લદ્દાખથી જમ્મુ-કાશ્મીર સુધી ધરતી ધણધણી

આજે સવારે ૧૪ માર્ચના રોજ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Earthquake of magnitude 5.1 hits Bay of Bengal, tremors felt in Kolkata |  Earthquake of magnitude 5 1 hits Bay of Bengal tremors felt in Kolkata -  Gujarat Samachar

હોળીના દિવસે ભારતના ઉત્તરીય ભાગમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખના કારગિલમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપના આંચકા સવારે ૦૨:૫૦ વાગ્યે અનુભવાયા હતા. કારગિલની સાથે આ ભૂકંપના આંચકા સમગ્ર લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા.

Image

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર ૧૫ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના માત્ર ત્રણ કલાક પછી ઉત્તર-પૂર્વ ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ વિસ્તારમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે ૦૬:૦૦ વાગ્યે અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો ગઈકાલે ૧૩ માર્ચે બપોરે ૦૨:૦૦ વાગ્યે તિબેટમાં પણ ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Earthquake tremors felt in Delhi-NCR | India News – India TV

લેહ અને લદ્દાખ બંને ભૂકંપ ઝોન-IV માં આવે છે. જેનો અર્થ એ થાય કે ભૂકંપની દ્રષ્ટિએ આ વિસ્તારો ખૂબ જ જોખમી છે. ટેક્ટોનિકલી સક્રિય હિમાલય ક્ષેત્રમાં સ્થિત હોવાથી લેહ અને લદ્દાખમાં વારંવાર ભૂકંપ આવે છે.

Earthquake : ભારતમાં ધરતીકંપની સંખ્યા થઈ બમણી, જાણો પૃથ્વીની નીચે હલચલ વધવા  માટે કયા કારણો છે જવાબદાર? | Moneycontrol Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *