
કોલકત્તાઃ અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંએ લેટેસ્ટ ફોટોશૂટ તસવીરો ફેન્સ માટે સોશ્યલ મીડિયા પર શેર કરી છે, આ તસવીરો અત્યારે જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં નુસરત જહાં લાઇટ પર્પલ કલરના ડ્રેસમાં ખુબ અપીલિંગ અદાઓ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.

સોશ્યલ મીડિયા પર શેર કરતાંની સાથે જ નુસરત જહાંની આ તસવીરો ઝડપથી વાયરલ થવા લાગી છે. ફેન્સ પણ તેની આ તસવીરોને લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.

ફેન્સને નુસરત જહાંની આ અદાજ ખુબ પસંદ આવી રહી છે. પર્સનલ લાઇફ હોય કે પછી પ્રૉફેશનલ લાઇફ હોય નુસરત જહાં દરેક જગ્યાએ જબરદસ્ત રીતે ચર્ચામાં રહે છે.

ઉલ્લેખનીય છે કે નુસરત જહાં તે હીરોઇનો અને સાંસદોમાંથી છે, જે બંગાળની સીએમ મમતા બેનર્જીના એકદમ ખાસ અને નજીકના લોકોમાં સામેલ છે.

રાજનીતિમાં આવ્યા અને સાંસદ બન્યા બાદ પણ નુસરત જહાં ફિલ્મોમાં સતત એક્ટિવ રહે છે.

આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે નુસરત જહાં શાનદાર અંદાજમાં પોતાના ટેટૂ ફ્લૉન્ટ કરતી પણ દેખાઇ રહી છે.