નાસા અને અબજોપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ગયા વર્ષથી અવકાશમાં ફસાયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ-૧૦ મિશન લોન્ચ કરી દીધું છે. ક્રૂ-૧૦ મિશન પર ડ્રેગન અંતરિક્ષયાનને લઈ જતા ફાલ્કન ૯ રોકેટે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.
નાસાના અનુભવી અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે જૂનમાં ISS પર ફસાયા હતા. વિલિયમ્સ અને વિલ્મોર જૂન ૨૦૨૪ માં ISS ના મિશન પર ગયા હતા, જે આઠ દિવસ માટેનું જ હતું, પરંતુ બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં ટેક્નિકલ સમસ્યાઓના કારણે બંને ત્યાં અટવાઈ ગયા હતા.
NASA એ તેમના મિશન લોન્ચિંગના થોડા કલાકો પહેલા X પર જણાવ્યું હતું કે સફળતાપૂર્વક મિશન લોન્ચ કર્યા બાદ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર થોડા દિવસો બાદ પૃથ્વી પર સફળતાપૂર્વક પાછા ફરશે તેવી આશા છે.