ભારતે UNમાં પાકિસ્તાનને રોકડું પરખાવ્યું

સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના કાયમી પ્રતિનિધિએ કહ્યું પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું, જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો આ અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહીં બને.

India's Permanent Representative to UN Parvathaneni Harish slams Pakistan  for claims on Kashmir - India Today

ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડા હાથે લીધું છે. વાસ્તવમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે શુક્રવારે (૧૪ માર્ચ) જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓ અને નિવેદનોની આકરી ટીકા કરી. તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો આ અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહીં બને. પાર્વથાનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.

India Slams Pakistan At UNSC, Reaffirms Jammu & Kashmir As Integral Part Of  India

વિશ્વભરમાં ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે આયોજિત UNની બેઠકમાં પાર્વથાનેની હરીશે પાકિસ્તાનની ટીકા કરી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના તાજેતરના નિવેદન પર ભારતનો પ્રતિભાવ વાંચીને તેમણે કહ્યું, તેમની હંમેશની જેમ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ન તો આ વિસ્તાર પરનો તેમનો દાવો માન્ય રહેશે અને ન તો સરહદ પારના આતંકવાદને સમર્થન વાજબી ઠેરવવામાં આવશે. તેમણે કહ્યું, પાકિસ્તાનના આવા પ્રયાસોથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.

India Denounces Pakistan's “Fanatical Mindset” and Rejects Kashmir Claims  at UN

ભારત સરકાર વતી હરીશ પાર્વથાનેનીનું આ નિવેદન શુક્રવારે ભારતે પાકિસ્તાનના તે આરોપોને ફગાવી દીધા બાદ આવ્યું છે જેમાં પાકિસ્તાને તેના દેશમાં ટ્રેન હાઇજેકિંગમાં ભારતની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, વિશ્વ સારી રીતે જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્ર ક્યાં છે.

Islamabad wants solution to all issues with India, including Kashmir:  Pakistan foreign secretary – Firstpost

હરીશ પાર્વથાનેનીએ યુએન સત્રને જણાવ્યું હતું કે, ભારત વિવિધતા અને બહુલતાની ભૂમિ છે. ભારતમાં ૨૦ કરોડથી વધુ મુસ્લિમો છે અને તે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તીમાંનો એક છે. મુસ્લિમો સામે ધાર્મિક અસહિષ્ણુતાની ઘટનાઓની નિંદા કરવામાં ભારત સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે એકજૂથ છે. હરીશે એમ પણ કહ્યું કે, ધાર્મિક ભેદભાવ, નફરત અને હિંસાથી મુક્ત વિશ્વને પ્રોત્સાહન આપવું એ હંમેશા ભારત માટે જીવનશૈલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *