નાસા ક્રૂ-૧૦ ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ

નાસા અને સ્પેસએક્સ દ્વારા શુક્રવારે લોન્ચ સંયુક્તપણે લોન્ચ ક્રૂ-૧૦ મિશન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પ્રવેશ્યું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા સુનીતા વિલિયમ્સ, વિલમોર સહિત ચાર અંતરિક્ષયાત્રીઓને પરત લાવવાના ઉદ્દેશ સાથે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનુ આજે સવારે ૧૦.૦૦ વાગ્યે ડોકિંગ થયુ છે. 

NASA ક્રૂ-10ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ, સ્પેસ સ્ટેશનનો Video વાઈરલ 1 - image

સ્પેસએક્સે ક્રૂ-૧૦ મિશન લોન્ચ કરતાં જ વિલમોર અને વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની સંભાવનાઓ વધી ગઈ છે. ફાલ્કન ૯ રોકેટમાં ક્રૂ ડ્રેગન કેપ્સૂલ હતી. ન્યૂયોર્ક સમય અનુસાર, શુક્રવારે સાંજે સાત વાગ્યે ફ્લોરિડાના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ થયુ હતું. લોન્ચિંગના ૧૦ મિનિટ બાદ કેપ્સૂલ રોકેટ છૂટુ પાડવામાં આવ્યું હતું. જે સફળતાપૂર્વક ISSમાં પહોંચ્યું હતું.

Crew-10 mission: Sunita Williams' return: Hugs, handshakes as NASA's stuck astronauts welcome Crew-10 members in space. Watch - The Economic Times

બે સ્પેસક્રાફ્ટને ઓરબિટમાં જોડવાની પ્રક્રિયાને ડોકિંગ કહે છે. ક્રૂડ ડ્રેગન સ્પેસક્રાફ્ટનું ISS સાથે ડોકિંગ થઈ ગયું છે. બંને સ્પેસક્રાફ્ટમાં ઉપસ્થિત અંતરિક્ષયાત્રીઓએ એકબીજાનું અભિવાદન કર્યું છે. હવે તેઓ અવકાશમાં હવા અંગે તપાસ કરશે, બાદમાં હેચ ખોલશે.

Sunita Williams Return to Earth: NASA, SpaceX Crew-10 Arrives and Docks With ISS | 🔬 LatestLY

નવા ક્રૂ નાસાના અંતરિક્ષયાત્રી નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને ડોન પેટિટને પૃથ્વી પર પરત મોકલશે. તેઓ ૧૯ માર્ચ પહેલા પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતાઓ NASAએ રજૂ કરી છે. તેમના સ્થાને ISSમાં નવા ચાર અંતરિક્ષયાત્રી કામગીરી સંભાળશે. આ ચાર અંતરિક્ષયાત્રીમાં એની મેકક્લેન, નિકોલ આયર્સ, તાકુયા ઓનિશી, અને કિરીલ પેસકોવ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *