આંખોથી ધૂંધળું દેખાવાની સમસ્યામાં ડ્રાયફુટ્સનું સેવન ફાયદારૂપ રહે છે. પોષક તત્વોથી ભરપૂર આ ૫ ડ્રાયફુટ્સમાં લ્યુટિન અને ઝિયાGસાન્થિન જેવા એન્ટીઓકિસડન્ટો પણ હોય છે જે આંખોને યુવી કિરણો અને ઓક્સિડેટીવ તાણથી સુરક્ષિત કરે છે.
દુનિયાની સુંદરતાને જોવા માટે આંખોની રોશની ખૂબ જ કિંમતી છે, જે વૃદ્ધાવસ્થા સુધી તેને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન સાથે સંપર્કમાં રહેવાથી આંખોની દૃષ્ટિ પર સૌથી વધુ ખરાબ અસર પડી રહી છે. હંમેશા સારી નજર રાખવા માટે આંખોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો નાની ઉંમરમાં જ તમારી આંખોની રોશની નબળી પડી રહી છે, તો આ માટે કેટલાક ડ્રાયફ્રૂટનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ જોવા જઈએ તો બદામ આપણા શરીર માટે સૌથી વધુ હેલ્ધી હોય છે અને ઘણા મહત્વના પોષક તત્વો પણ પૂરા પાડે છે.
બદામ અને સૂકા મેવા આવશ્યક પોષક તત્વો ધરાવે છે, જે વિવિધ પદ્ધતિઓ દ્વારા આંખના સ્વાસ્થ્ય અને પ્રકાશને જાળવવાનું કામ કરે છે. આ ડ્રાયફ્રૂટ્સમાં વિટામિન એ, સી અને ઇ, ઝિંક અને ઓમેગા -૩ ફેટી એસિડ્સ સહિતના મહત્વપૂર્ણ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં લ્યુટિન અને ઝિયાGસાન્થિન જેવા એન્ટીઓકિસડન્ટો પણ હોય છે જે આંખોને યુવી કિરણો અને ઓક્સિડેટીવ તાણથી સુરક્ષિત કરે છે.
કાજુ
કાજુનું સેવન આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કાજુમાં ભરપૂર માત્રામાં ઝીંક, એન્ટીઓક્સિડેન્ટ લ્યુટિન અને ઝિયાક્સાન્થિન ભરપૂર માત્રામાં હોય છે. જે આંખો માટે ફાયદાકારક છે અને રેટિનાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. આ સાથે કાજુ આંખોની રોશની વધારવા માટે પણ કારગર છે.
અખરોટ
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે આંખોના કોષ પટલની રચના અને જાળવણીમાં મદદ કરે છે, તેમજ આંખોમાં રક્ત પરિભ્રમણને સુધારે છે અને બળતરા ઘટાડે છે.
બદામ
વિટામિન ઇથી ભરપૂર બદામ આંખોને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે અને મેક્યુલર ડીજનરેશન અને મોતિયાનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમના ઓમેગા-3 ફેટી એસિડ્સ આંખના ભેજને જાળવી રાખવામાં અને ડ્રાય આઇ સિન્ડ્રોમને રોકવામાં મદદ કરે છે.
પિસ્તા
પિસ્તામાં લ્યુટિન અને ઝિયાક્સાન્થિન ભરપૂર માત્રામાં હોય છે, જે ઉચ્ચ-ઊર્જાવાળા પ્રકાશના તરંગો સામે રક્ષણ પૂરું પાડે છે અને વય સંબંધિત આંખના રોગોનું જોખમ ઘટાડે છે.
ખજૂર
ખજૂરમાં વિટામિન એ, લ્યુટિન અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આંખોને વય સંબંધિત બગાડથી બચાવવામાં મદદ કરી શકે છે. તે આંખની સમસ્યાઓ જેવી કે રાત્રે અંધત્વથી બચાવે છે.