શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ એસ પટેલના ડોક્ટર ભરતભાઈ ભગત અને ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ ના નેતૃત્વ હેઠળ ડોક્ટર શ્રીમતી માયાબેનની સમગ્ર ટીમ તરફથી તારીખ ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ HPV વેક્સિન ( ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવતી રસી ) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પમાં ૯ થી ૧૪ વર્ષની કુલ ૨૦૫ વિદ્યાર્થીનીઓને આ રસી આપવામાં આવી હતી દરેક વિદ્યાર્થીનીઓને નિઃ શુલ્ક માં આ રસી આપેલ છે આ રસી નો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે ત્યારબાદ છ માસ પછી દ્વિતીય ડોઝ આપવામાં આવશે આ રસી આપવાથી ભવિષ્યમાં વિદ્યાર્થીનીઓમાં સર્વાઇકલ કેન્સરનો ખતરો રહેતો નથી આ કેમ્પ કરવા બદલ પ્રાથમિક શાળા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના આચાર્યશ્રી વેદાંગકુમાર એસ રાજ્યગુરુ એ શ્રીમતી માયાબેન તથા તેમની સમગ્ર ટીમને અને ડોક્ટર ભરતભાઈ ભગત ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ શ્રી મુકેશભાઈ એસ પટેલ નો અંતઃ કારણથી આભાર વ્યક્ત કર્યો હતો.