Xiaomi Mi Fan Festival 2021: 1 રૂપિયામાં શાઓમીની પ્રોડક્ટ ખરીદવાની તક

શાઓમી એમઆઈ ફેન ફેસ્ટિવલ સેલ (Xiaomi Mi Fan Festival 2021)નો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે. જે 13મી એપ્રિલ સુધી ચાલશે. એમઆઈ ફેન ફેસ્ટિવલ સેલ દરમિયાન બપોરે 4 કલાકે રૂ. 1ના ફ્લેશ સેલનો લાભ મળશે. જેમાં શાઓમીની પ્રોડક્ટ રૂ. 1માં મેળવી શકાશે. આ ઉપરાંત રાત્રે 8થી 12 કલાક સુધી પિક એન્ડ ચૂઝ ઑફર (Pick and Use offer)નો લાભ લઇ શકાશે. જ્યાં ગ્રાહક પ્રોડક્ટને એકઠી કરી અનુકૂળતા અનુરૂપ ડીલ મેળવી શકે છે.

એમઆઈ ફેન ફેસ્ટિવલ દરમિયાન એમાઇ સ્માર્ટ બ્રાન્ડ, એમાઈ બિયર્ડ ટ્રીમર 1સી અને 20,000 mAhની પાવર બેંક રૂ. 1000થી ઓછી કિંમતમાં મળી શકશે. આ ઉપરાંત રેડમી ઇયરબડ 2સી, એમઆઈ નોટબુક 14, એમઆઈ નોટબુક 14 હોરિઝોન પણ રૂ. 1000થી ઓછી કિંમતે મળશે.

આ પાંચ દિવસના સેલ દરમિયાન દરરોજ સવારે 10 કલાકે નવી ઓફરની જાહેરાત કરવામાં આવશે. એચડીએફસી બેન્કના ગ્રાહકોને શાઓમી Mi 10i અને Mi 10T સીરીઝ પર ડિસ્કાઉન્ટ મળશે. આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો રેડમી નોટ 10 પ્રો સિરીઝ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. ઉપરાંત એક્સિસ બેન્કના ગ્રાહકો ટીવી, લેપટોપ અને સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકશે.

એમઆઈ ફેન ફેસ્ટિવલ mi.com પર ઓનલાઈન રહેશે. જ્યારે એમઆઇ હોમ સ્ટોર્સ પર પહેલેથી જ ઓફલાઇન ચાલુ છે. આ ફેસ્ટિવલ દરમિયાન એમઆઇ નોટબુક હોરાઇઝન 14 લેપટોપ અને Mi 10T પ્રો સ્માર્ટફોન 13,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળશે. રેડમી નોટ 9 રૂ. 8,000 જ્યારે એમઆઇ ટીવી 4 એ હોરીઝન એડિશન 43 ઇંચ ટીવીમાં રૂ. 4,000ના ઓફનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *