સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અમેરિકામાં હજારો યૂઝર્સ માટે અચાનક ઠપ્પ થઈ ગયું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com અનુસાર, ગુરુવારે સાંજે (સ્થાનિક સમય) ડાઉન થઈ ગયું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અચાનક ઠપ્પ થઈ ગયું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com અનુસાર, ગુરુવારે સાંજે (સ્થાનિક સમય) મેટા પ્લેટફોર્મનું ઇન્સ્ટાગ્રામ અમેરિકામાં હજારો યૂઝર્સ માટે ડાઉન થઈ ગયું. જેના કારણે તેઓ ડાયરેક્ટ મેસેજ મોકલી શકતા ન હતા. માહિતી અનુસાર, ઘણા યૂઝર્સે મેસેજ મોકલવામાં આવતી સમસ્યા વિશે ફરિયાદ કરી અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદો નોંધાવી.
Downdetector.com અનુસાર, સાંજે ૦૭:૨૫ વાગ્યા સુધીમાં, ૧૯,૪૩૧ થી વધુ લોકોએ પ્લેટફોર્મ પર સમસ્યાઓ હોવાનું રિપોર્ટ કર્યું. સાંજે ૦૭:૪૫ વાગ્યા સુધીમાં ૩૧,૦૦૦ થી વધુ સોશિયલ મીડિયા યૂઝર્સે સમસ્યાઓની જાણ કરી.
Downdetector.com અનુસાર, ૭૨ % લોકોએ જણાવ્યું કે તેમને એપ્લિકેશનમાં સમસ્યા આવી રહી છે અને ૨૪ % લોકોએ કહ્યું કે તેમને સર્વર કનેક્શનમાં સમસ્યા છે. હજુ સુધી ટેક જાયન્ટ મેટાની માલિકીના ઇન્સ્ટાગ્રામે આઉટેજ અંગે કોઈ સત્તાવાર રિએક્શન આપ્યું નથી.