સૌરાષ્ટ્રના જાણીતા ડોક્ટર દીપાબેન નીતિનભાઈ મણિયાર પ્રસુતિ અને સ્ત્રી રોગના નિષ્ણાંત, મંગલમ હોસ્પિટલ ૪-પંચનાથ પ્લોટ, રાજકોટ વાળા તા.૨૨ના રોજ હેલ્થ કેર સમીટ અંતર્ગત સૌરાષ્ટ્રના જાણીતા ડોક્ટર દીપાબેન નીતિનકુમાર મણિયાર ને એક્સેલન્સ ઈન ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ એવોર્ડ આપવામાં આવે છે.
આ એવોર્ડ અમદાવાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આપવામાં આવશે. આ એવોર્ડ સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ ટીમ દ્વારા સર્વે કર્યા પછી આપવામાં આવે છે. તેઓ મોઢ વણિક સમાજના શ્રેષ્ઠી નીતિનભાઈ ડી. મણિયારનાં ધર્મપત્ની છે કે જેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક, કાલાવાડ રોડ બ્રાન્ચના કન્વીનર છે. પંચનાથ મંદિર, પંચનાથ હોસ્પિટલ, મોઢવણીક સમાજના તેઓ ટ્રસ્ટી છે અને
ડૉ. દીપાબેન મણીયાર મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાના સુપુત્રી છે. છેલ્લા ૨૫ વર્ષેથી (૧૯૯૬થી) આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. શરૂઆતમાં સાત વર્ષ પદ્મકુવરબા હોસ્પિટલમાં કલાસ વન અધિકારી તરીકે અને દશાશ્રીમાળી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવાઓ આપેલ છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ અઢી લાખ જેટલી મહિલાઓનું ઓપીડી (આઉટડોર) નિદાન તથા સારવાર કરેલ છે તેઓ લગભગ ૨૦,૦૦૦ થી વધુ નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ, ૨,૫૦૦ થી વધુ ગર્ભાશય કાઢવાના તથા કેન્સરના ઓપરેશનો (મેજર ઓપરેશન) તથા ૧૫,૦૦0 જેટલા નાના ઓપરેશનો નો બહોળો અનુભવ ધરાવે છે.
સ્વ. શારદાબેન ધીરજલાલ મણીયાર પરિવાર, લતાબેન મધુભાઈ પોપટ પરિવાર, જાણીતા ડો. હિર્વિતા જેનીથ તલસાણીયા પરિવાર (પુત્રી), જાણીતા આર્કિટેક હીરવ નીતિનભાઈ મણિયાર (પુત્ર) શુભેચ્છા પાઠવી છે