‘ઈન્ડિયન સ્ટેટ’ બોલીને ફસાયા રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશના સંભલની સાંસદ-ધારાસભ્ય કોર્ટે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના નિવેદન પર નોટિસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને ૪ એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા અથવા તો પોતાનો જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો છે. 

Uttar Pradesh Varanasi Fir lodged Against Rahul Gandhi in sigra police  station | यूपी में राहुल गांधी के खिलाफ FIR: कहा था- भारत में सिख पवित्र  कड़ा नहीं पहन सकते; आरोप साबित

હિન્દુ શક્તિ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સિમરન ગુપ્તાની અરજી પર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ II) નિર્ભય નારાયણ સિંહે આ આદેશ આપ્યો છે. અરજીકર્તાનો આરોપ છે કે રાહુલ ગાંધીએ ૧૫ જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું હતું કે, ‘અમારી લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નથી પરંતુ ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે.’ આ નિવેદનથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

Delhi Congress Office Inauguration; Sonia Gandhi | Rahul Gandhi | सोनिया ने  नए कांग्रेस मुख्यालय का इनॉगरेशन किया: 252 करोड़ रुपए खर्च; दावा- 500 मीटर  दूर भाजपा ऑफिस ₹700 ...

સિમરન ગુપ્તાએ અગાઉ સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી, પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ ત્યારે ૨૩ જાન્યુઆરીએ તેણે ચંદૌસીના સંભલની જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી હતી. 

Delhi Congress Office Inauguration; Sonia Gandhi | Rahul Gandhi | सोनिया ने  नए कांग्रेस मुख्यालय का इनॉगरेशन किया: 252 करोड़ रुपए खर्च; दावा- 500 मीटर  दूर भाजपा ऑफिस ₹700 ...

કોર્ટે તેમની ફરિયાદ સ્વીકારી લીધી છે અને તેની નોંધ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ પાઠવવામાં આવી છે. હવે કેસની આગામી સુનાવણી સમયસર થશે જેમાં કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

Sonia Gandhi inaugurates Congress' new headquarters 'Indira Bhawan' in  Delhi | Watch | India News – India TV

રાહુલ ગાંધીએ ગત ૧૫ જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘એવું ન વિચારો કે અમે માત્ર ભાજપ અને આરએસએસ સામે લડી રહ્યા છીએ. તેઓએ આપણા દેશની લગભગ દરેક સંસ્થાને કબજે કરી લીધી છે. અમે માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નહીં પરંતુ ‘ઇન્ડિયન સ્ટેટ’ ( ભારતીય રાજ વ્યવસ્થા ) સામે પણ લડી રહ્યા છીએ. સિમરન ગુપ્તાએ આ નિવેદન સામે કેસ નોંધવાની માંગ કરી છે. કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ પાઠવી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી ૪ એપ્રિલે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *