પરાજય બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ની હાર બાદ પાર્ટી નેતૃત્વમાં મોટો ફેરફાર થયો છે. આજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Punjab teachers' body objects to Manish Sisodia's school visit:  'Unauthorised'

Delhi Air Pollution News: Pollution in Delhi: Construction work to be  halted in areas with AQI above 400 for a week, says Gopal Rai | Delhi News  - Times of India

આ ઉપરાંત પાર્ટીએ પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી બનાવ્યા છે. જ્યારે સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સૌરભ ભારદ્વાજને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રમુખ પદની જવાબદારી મહારાજ મલિકને સોંપવામાં આવી છે.આ બેઠકમાં સંગઠનના મહાસચિવ સંદીપ પાઠક, મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિશી, ઈમરાન હુસૈન, પંકજ ગુપ્તા, સાંસદો એનડી ગુપ્તા અને રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા.

Aam Aadmi Party to protest at Jantar Mantar over Manipur crisis- The Daily  Episode Network

આમ આદમી પાર્ટી માટે અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય પંજાબ છે, જેની જવાબદારી મનીષ સિસોદિયાને આપવામાં આવી છે ગુજરાત ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાત, ગોવા અને છત્તીસગઢમાં પણ પોતાનો વિસ્તાર કરવા માંગે છે. જો આમ આદમી પાર્ટી ગુજરાત અને છત્તીસગઢમાં પોતાનું સંગઠન મજબૂત કરે તો ભાજપ કરતાં પહેલા કોંગ્રેસને ઝટકો લાગે, કારણ કે બંને રાજ્યમાં કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષી દળ છે. 

CM Bhagwant Mann Delhi Tour ; Meet Former Deputy CM Manish Sisodia | AAP |  पंजाब CM पहुंचे दिल्ली, पूर्व उपमुख्यमंत्री से की मुलाकात: 19 महीने के  संघर्ष का हाल जाना, शराब

આમ આદમી પાર્ટીએ આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે હવે પાર્ટીની સામે પંજાબને બચાવવાનો પડકાર છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલે પંજાબની જવાબદારી મનીષ સિસોદિયાને સોંપી છે. ખાસ વાત એ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મનીષ સિસોદિયા પંજાબમાં ખૂબ જ સક્રિય હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *