બપોરના સમયે ભીષણ તડકામાં રહેવાથી ત્વચાને શું નુક્સાન થાય છે સાથે જ આગ ઓક્તા સૂર્યપ્રકાશથી ત્વચાને બચાવવા માટે શું કાળજી રાખવી.
ગુજરાતમાં માર્ચ મહિનો પુરો થવા આવી રહ્યો છે ત્યારે સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી વટાવી ગયું છે. આગામી ત્રણ દિવસમાં પણ મહત્તમ તપામાનમાં વધારો થઈ શકે છે. આવામાં હવે લોકોએ કાળઝાર ગરમી માટે તૈયાર રહેવું પડશે. ત્યારે બપોરના સમયે ભીષણ તડકામાં રહેવાથી ત્વચાને શું નુક્સાન થાય છે સાથે જ આગ ઓક્તા સૂર્યપ્રકાશથી ત્વચાને બચાવવા માટે શું કાળજી રાખવી તેના વિશે આ અહેવાલમાં અમે તમને જણાવીશું.
ભીષણ તડકામાં રહેવાની હાનિકારક અસરો
- ત્વચા બળી જાય છે.
- ત્વચા પર ટેનિંગ થાય છે.
- ત્વચા પર કરચલીઓ દેખાય છે.
- ત્વચા પર પિગમેંટનું પ્રમાણ વધે છે.
- ત્વચા પર મોટી-મોટી ફ્રીકલ્સ બની જાય છે.
- ત્વચાનો રંગ પીળો પડી જાય છે.
- ત્વચાની સપાટી ચામડા જેવી ખરબચડી બની જાય છે.
- અતિશય સૂર્યપ્રકાશને કારણે થતી બીમારીઓ: ગરમી સંબંધિત બીમારીઓ, ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ, સનસ્ટ્રોક, તાવ, ચક્કર આવવા.
ભીષણ તડકાના સંપર્કમાં આવવાથી બચવા માટે શું કરવું
- તડકામાં ઓછો સમય વિતાવો.
- સવારે ૭ થી ૯ વાગ્યાની વચ્ચે સૂર્યસ્નાન કરો.
- સ્કાર્ફ અથવા ટોપી પહેરો.
- પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
- શરીરને હાઇડ્રેટેડ રાખો.
- તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ સ્નાન ન કરો.
- તડકામાંથી ઘરે આવ્યા પછી ઠંડુ પાણી ન પીવું.
- તડકામાંથી ઘરે આવ્યા પછી એસી ન ચલાવો.
આ અહેવાલનો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે નિષ્ણાતની સલાહ લો. વિશ્વ સમાચાર આ માહિતીનો દાવો કરતું નથી.