ન્યુઝીલેન્ડમાં ૬.૮ ની તીવ્રતાનો ભૂકંપ

ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર આજે સવારે ૦૬.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.  સ્થાનિક સમય અનુસાર ૦૨:૪૩ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૩૩ કિમી નીચે હતું. જિયોનેટના અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

Earthquake of magnitude 5.1 hits Bay of Bengal, tremors felt in Kolkata |  Earthquake of magnitude 5 1 hits Bay of Bengal tremors felt in Kolkata -  Gujarat Samachar

જોકે રાહતની વાત છે કે શક્તિશાળી ધરતીકંપ છતાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૌગોલિક દ્રષ્ટિએ પણ ન્યુઝીલેન્ડ ધરતીકંપ માટે દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે. અહીં ઑસ્ટ્રેલિયા અને પેસિફિક પ્લેટોના કારણે ભૂકંપના આંચકા અવારનવાર આવતા રહે છે. ન્યુઝીલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ સાંખી શકે તેવી ઈમારતોનું નિર્માણ કરાયું છે. જોકે ભૂકંપના કારણે ત્સુનામીની શક્યતાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક એજન્સીઓ આ અંગે સમીક્ષા કરી રહી છે. 

List of earthquakes in New Zealand - Wikipedia

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *