ગરમીમાં જીમ કરવું મોંઘું ના પડી જાય

જો ગરમીની ઋતુમાં થોડી બેદરકારી દાખવવામાં આવે તો કસરત કરતી વખતે ઘણી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં અમે આ અહીં કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે સરળતાથી ફોલો કરીને ઉનાળાની સિઝનમાં પણ જીમ કરી શકો છો.

In the gym, on the treadmill - gif. "Make moving a habit, make exercise a  pleasure."

દેશમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને ભયંકર ગરમી શરુ થઇ ગઇ છે. આ સિઝનમાં અન્ય ઋતુઓની સરખામણીએ ઘણી સાવધાની રાખવી પડે છે. ગરમીની ઋતુ વજન ઘટાડવા માટે એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. આ સિઝનમાં ઘણા લોકો જીમમાં જાય છે, તો કેટલાક લોકો યોગ પણ કરે છે.

Tempo Move Home Gym Fitness Review

જો ગરમીની ઋતુમાં થોડી બેદરકારી દાખવવામાં આવે તો કસરત કરતી વખતે ઘણી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં અમે આ અહીં કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે સરળતાથી ફોલો કરીને ઉનાળાની સિઝનમાં પણ જીમ કરી શકો છો.

I tried Tonal and saw changes in my body in just 4 weeks

જીમમાં જવાનો સમય નક્કી કરો

ઉનાળાની ઋતુમાં જિમ કરવાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઋતુમાં સવારથી મોડી સાંજ સુધી તડકો રહે છે. આવી સ્થિતિમાં તમે વહેલી સવારે જીમમાં જાઓ. જ્યારે તાપમાન ઓછું હોય અને થોડી ઠંડક હોય ત્યારે સમય પસંદ કરો. સાંજે જિમમાં પણ જઈ શકો છો, પરંતુ ધ્યાન રાખો કે તડકો વધારે ન હોય. બપોરે જિમ કરવું હાનિકારક બની શકે છે.

Need a fitness plan? Here's a first step: No more excuses - Chatelaine

જીમમાં જતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

જો તમે ગરમીની સિઝનમાં જિમ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તો પૂરતું પાણી પીવો. જિમમાં વધુ પડતો પરસેવો પાડતી કસરતો ઓછી કરો. આ ઋતુમાં જો તમે કોઇ એક્સરસાઇઝ કરો તો સૌથી પહેલાં ઓછા વજનથી શરૂઆત કરો અને ધીમે-ધીમે વજન વધારો.

4 Low-Impact Workout Alternatives To Walking for Weight Loss

  • જીમ કરતી વખતે હાઇડ્રેશનનું ધ્યાન રાખો
  • તમારે હળવા અને શ્વાસ લેવા યોગ્ય કપડાં પહેરીને જીમમાં જવું જોઈએ.
  • જો શક્ય હોય તો એવા જિમમાં જાઓ જેમાં એસી અથવા સારું વેન્ટિલેશન હોય.
  • જીમની શરૂઆતમાં વોર્મ-અપ અને કૂલ-ડાઉન કરવાનું સુનિશ્ચિત કરો
  • જો તમને વર્કઆઉટ કરતી વખતે માથાનો દુખાવો, વધુ પડતો પરસેવો કે નબળાઇ અનુભવાતી હોય તો તરત જ એક્સરસાઇઝ બંધ કરી દો અને ઠંડી જગ્યાએ જાવ.

Beginner exercises for weight loss - Anytime Fitness UK Blog

વર્કઆઉટ પહેલા અને પછી શું ખાવું જોઈએ?

જો તમે વર્કઆઉટ કરવા જઇ રહ્યા છો તો લીંબુનું શરબત, નારિયેળ પાણી કે અન્ય કોઇ રસ પીવો જોઇએ. આ શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે. વર્કઆઉટ પછી તમારા આહારને હળવા રાખો. જોકે જીમ કર્યાના અડધા કલાકમાં જ કંઇક ખાઇ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *