ગુજરાતમાં ગરમીએ ફરી ૪૧ ડિગ્રીની મહત્તમ સપાટી વટાવી દીધી છે. મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં માર્ચ મહિનો હવે પતવા આવ્યો છે ત્યારે ગરમી પણ ધીમે ધીમે પોતાનો રંગ દેખાડવાનું શરું કરી દીધું છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં ગરમીએ ફરી ૪૧ ડિગ્રીની મહત્તમ સપાટી વટાવી દીધી છે. મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉચકાયો હતો. ૪૧.૫ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી રહેતા ૪૧ ડિગ્રી નજીક પહોંચ્યું હતું. વડોદરામાં પણ ૪૦.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમા સરેરાશ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ગુજરાતમાં મંગળવારે ૨૮.૯ ડિગ્રીથી લઈને ૪૧.૫ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં ૨૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.