યુરોપિયન યુનિયને તેના ૨૭ સભ્ય દેશોના નાગરિકોને ૩ દિવસની સર્વાઇવલ કીટ તૈયાર કરવા અપીલ કરી છે. મંગળવારે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે યુરોપે લશ્કરી આક્રમણથી પોતાને બચાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવી જોઈએ.
યુરોપિયન યુનિયને તેના નાગરિકોને સતર્ક રહેવા ચેતવણી આપી છે. ઉપરાંત નવી માર્ગદર્શિકામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્રણ દિવસના ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને યુનિયને આ માર્ગદર્શિકા જારી કરી છે. EU કહે છે કે કટોકટીની પરિસ્થિતિ ટાળવા માટે ઓછામાં ઓછા ૭૨ કલાક માટે જીવનની આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા કરીને રાખો.
યુરોપિયન કમિશને કહ્યું ‘ગંભીર પરિસ્થિતિમાં, પ્રારંભિક તબક્કો સૌથી મહત્વપૂર્ણ હોય છે.’ કમિશને યુરોપની માનસિકતા બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તો સાથે ‘તૈયાર રહેવા’ માટે અપીલ કરી છે.
યુરોપિયન યુનિયને તેના ૨૭ સભ્ય દેશોના નાગરિકોને 3 દિવસની સર્વાઇવલ કીટ તૈયાર કરવા અપીલ કરી છે. મંગળવારે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે યુરોપે લશ્કરી આક્રમણથી પોતાને બચાવવા માટે તમામ તૈયારીઓ કરવી જોઈએ. તેમણે કહ્યું ‘જો રશિયા યુક્રેનની સરહદને માત્ર એક રેખા માને છે, તો પછી તે અન્ય કોઈ દેશની સરહદનું સન્માન કેવી રીતે કરશે?’ આ સર્વાઇવલ કીટમાં ડોક્યુમેન્ટ જેવા કે ઓળખ ID, પાણી, એનર્જી બાર અને ફ્લેશલાઇટ જેવી વસ્તુઓ શામેલ હોવાનું કહેવાય છે. એવા અહેવાલો છે કે આ તૈયારી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના સંકેતો છે. કમિશને એમ પણ કહ્યું છે કે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને તૈયાર રહેવાં માટેની જરૂરી તાલીમ પૂરી પાડવી જોઈએ.
