ગુજરાતમાં મેન્યુ.યુનિટ ધરાવતી અમેરિકન કંપનીને ભારતમાં પરમાણુ રિએક્ટર બનાવવા મંજૂરી મળી

ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યાના બે દાયકા પછી એક અમેરિકન કંપનીને હવે ભારતમાં પરમાણુ રિએક્ટર બનાવવા અને ડિઝાઇન કરવાની મંજૂરી આપવામાં મળશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે.  યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (DoE) તરફથી આ પ્રોજેક્ટ માટે મંજૂરી મળી ગઈ છે. ઊર્જા વિભાગે હોલ્ટેક ઇન્ટરનેશનલને ભારતમાં પરમાણુ રિએક્ટર ડિઝાઇન અને નિર્માણ માટે મંજૂરી આપી છે.

3,400+ India Usa Stock Videos and Royalty-Free Footage - iStock | Indo us

૨૬ માર્ચના રોજ ઊર્જા વિભાગની મંજૂરીથી હોલ્ટેક ઇન્ટરનેશનલની પ્રોજેક્ટ માટેની અરજી જેને “૧૦CFR૮૧૦” (યુ.એસ. એટોમિક એનર્જી એક્ટ ઓફ ૧૯૫૪, ફેડરલ રેગ્યુલેશન્સના શીર્ષક ૧૦ નો ભાગ ૮૧૦) તરીકે ઓળખવામાં આવે છે, તેમાં ચોક્કસ પ્રતિબંધોનો ઉલ્લેખ છે. આ નિયમન હોલ્ટેકને અમુક શરતો હેઠળ ભારતમાં ત્રણ કંપનીઓને અનક્લાસિફાઈડ સ્મોલ મોડ્યુલર મોડ્યુલર રિએક્ટર (SMR) ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.

Pressurised Heavy Water Reactor – Press Information Bureau

પ્રાદેશિક પેટાકંપની હોલ્ટેક એશિયા, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને પણ આ પરવાનગી આપવામાં આવી છે. હોલ્ટેક ઇન્ટરનેશનલ ભારતીય-અમેરિકન ક્રિસ પી સિંઘ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હોલ્ટેક એશિયા ૨૦૧૦ થી પુણેમાં એક એન્જિનિયરિંગ યુનિટ ચલાવી રહી છે. તેનું ગુજરાતના દહેજમાં એક ઉત્પાદન યુનિટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *