મ્યાનમારમાં લાખો લોકોએ માર્ગો પર રાત વીતાવી

ગુજરાતના કચ્છમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ ૭.૬ ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો હતો તેને યાદ કરીને આજે પણ લોકો શમશમી જાય છે. ત્યારે સમગ્ર ગુજરાતના લોકોના ચહેરા પર ભૂકંપને લઈને ભય દેખાઈ આવતો હતો. લોકો ઘરમાં જઈને સૂતા પણ ડરતા હતા કેમ કે અવારનવાર આફ્ટરશોક આવતા હતા. તે સમયે લગભગ ૨૦,૦૦૦ ના મોત તથા દોઢ લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે હવે આવી જ કંઇક સ્થિતિ મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ જોવા મળી રહી છે. 

મ્યાનમારમાં 'કચ્છ' જેવી સ્થિતિ, લાખો લોકોએ માર્ગો પર રાત વીતાવી, ઘરમાં જતાં જ ડરે છે 1 - image

મ્યાનમારમાં ૭.૭ અને પછી ૭.૨ ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમાર પહેલાથી જ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું. તે જ સમયે, ભૂકંપ પછી પણ રાહત અને બચાવ કાર્ય યોગ્ય રીતે થઈ રહી નથી. માળખાગત સુવિધાઓ અને રસ્તાઓને થયેલા નુકસાનને કારણે રાહત સામગ્રી સ્થળ પર પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ભૂકંપ પછીના આંચકાઓના ડરથી, હજારો લોકો પોતાના ઘર છોડીને રસ્તાઓ પર સૂઈ  જવા મજબૂર છે. લોકોના ચહેરાઓ પર ડર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અત્યાર સુધી લગભગ ૧૬ વખત મ્યાનમારમાં ભૂકંપના ઝટકા અનુભવાઈ ચૂક્યા છે. 

Myanmar's earthquake death toll jumps to 1,644 as more bodies are recovered  from the rubble

યુએન ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) અનુસાર, ઘણા લોકોએ તેમના ઘરોને થયેલા નુકસાન અને ભૂકંપ પછીના આંચકાઓના ડરને કારણે તેમના ઘરની અંદર જવાની હિંમત પણ કરી ન હતી.

Thailand Myanmar Earthquake Photos Update | Bangkok China | म्यांमार और  थाईलैंड में तबाही वाले भूकंप के 10 PHOTOS: 30 मंजिला इमारत पलभर में मलबा  बनी, जान बचाने के लिए ...

આવી સ્થિતિમાં લોકોએ ઘરની બહાર રાત વિતાવી. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧,૭૦૦ લોકો માર્યા ગયા છે અને ૩,૪૦૦ લોકો ઘાયલ થયા છે.

Myanmar Earthquake Highlights | Nearly 150 dead, over 700 injured

OCHA એ જણાવ્યું હતું કે ઘણા રસ્તાઓ અને પુલોને પણ નુકસાન થયું છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ઘાયલ લોકોને દવાઓ પહોંચાડવી પણ મુશ્કેલ બની ગઈ છે. હાઇવે પર તિરાડો પડી જવાને કારણે બસો પણ બંધ કરી દેવામાં આવી છે. યુએન એજન્સીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકો સુધી લોહી પહોંચાડી શકાઈ રહ્યું નથી. આ ઉપરાંત, ઇન્ટરનેટ અને સંદેશાવ્યવહારના સાધનો પણ ઠપ્પ થઈ ગયા છે. મ્યાનમાર સૈન્યએ વિશ્વભરમાંથી મદદ માટે અપીલ કરી છે.

મ્યાનમારમાં 'કચ્છ' જેવી સ્થિતિ, લાખો લોકોએ માર્ગો પર રાત વીતાવી, ઘરમાં જતાં જ ડરે છે 2 - image

ભારતે મ્યાનમારમાં ૧૫ ટન રાહત સામગ્રી પણ પહોંચાડી છે અને ઇમરજન્સી મિશન ‘ઓપરેશન બ્રહ્મા’ હેઠળ બચાવ ટીમો સાથે હવાઈ અને દરિયાઈ માર્ગે વધુ પુરવઠો મોકલ્યો છે. વડાપ્રધાન મોદીએ મ્યાનમારના આર્મી જનરલ મિન આંગ હ્લેઇંગ સાથે વાત કરી અને કહ્યું કે તેમના દેશમાં આવેલા વિનાશક ભૂકંપથી થયેલા વિનાશનો સામનો કરવાના તેમના પ્રયાસોમાં ભારત તેમની સાથે એકતામાં ઉભું છે. ભારતે મ્યાનમારમાં પોતાના બચાવ કાર્યને ‘ઓપરેશન બ્રહ્મા’ નામ આપ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *