કામાખ્યા એક્સપ્રેસના ૧૧ ડબ્બા પાટા પરથી ઊતર્યા
ઓડિશાના કટકના નિર્ગુંડી પાસે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ટ્રેન નંબર ૧૨૫૫૧ કામાખ્યા એક્સપ્રેસની ૧૧ ડબ્બાં પાટા પરથી નીચે ઉતરી ગયા છે. કટક સ્ટેશન છોડ્યા બાદ મંગોલી સ્ટેશન પાસે કામાખ્યા એક્સપ્રેસ સાથે દુર્ઘટના થઈ અને ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતાં. મળતી માહિતી મુજબ, B૯ થી B૧૪ સુધી ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. પૂર્વ કોસ્ટ રેલ્વે મેનેજર, ખુર્દા ડીઆરએમ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે, હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૨૫ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે એકનું મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કામખ્યા એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે આ ટ્રેનના રૂટ તાત્કાલિક અસરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે
- ૧૨૮૨૨ (BRAG)
- ૧૨૮૭૫ (BBS)
- ૨૨૬૦૬ (RTN)
રેલવે અધિકારીએ જાણકારી આપી છે કે, અકસ્માત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ છે.