૧ એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી અને ડાંગ, વલસાડ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં ભારે ગરમી વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવે આવશે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી અને ડાંગ, વલસાડ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ૨ એપ્રિલના રોજ છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
૩ એપ્રિલની વાત કરીએ તો નર્મદા, તાપીમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ”ઉનાળામાં ભારે પવનના લીધે અને બદલતા હવામાનની અસરના કારણે ઉભા કૃષિ પાકોને નુકસાન થવાની ભીતિ છે. ઉપરાંત અંબાલાલ પટેલ વધુ અસહ્ય ગરમી અને વાવાઝોડા બાબતે આગાહી કરતા કહ્યું કે, ”આગામી ૩ એપ્રિલ સુધી રાજ્યના અમુક વિભાગમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે જ્યારે ૧૩ એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેમાં વરસાદ ઓછો પડશે પણ ગાજવીજનું પ્રમાણ વધુ હશે”
ચોમાસુ વહેલું શરૂ થશે?
અંબાલાલના જણાવ્યાનુસાર ગરમીની સિઝનમાં ૧૦ એપ્રિલથી જ મધ્ય ગુજરાતના ભાગમાં ૪૩-૪૪ ડિગ્રી ગરમી નોંધાઈ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨ ડિગ્રી, સાબરકાંઠા અને પંચમહાલમાં ૪૩ ડિગ્રી, કચ્છ ૪૦ ડિગ્રી, જૂનાગઢ ૪૨ ડિગ્રી આસપાસ શક્યતાઓ તેમજ દક્ષિણ ગુજરાતમાં ૪૦ ની આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ૧૪ એપ્રિલથી ૨૬ એપ્રિલ સુધી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. જે ૨૬ એપ્રિલથી વાવાઝોડાની પ્રક્રિયા વધુ થવાની શક્યતાઓ છે. ૨૬ એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન ૪૫ ડિગ્રીની આસપાસ શક્યતાઓ છે. ૧૦ મેથી ૧૬ મે સુધી મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી શક્યતા છે. જ્યારે ૨૫ મે થી ૫ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સાથે ચોમાસુ વહેલું શરૂ થશે.