દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે?

દૂધ પીવાથી સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહે છે. કોલંબિયા એશિયા હોસ્પિટલના ડાયટિશિયન ડો.અદિતિ શર્માએ જણાવ્યું હતું કે દૂધમાં કોલેસ્ટ્રોલ હોય છે, પરંતુ કેટલાક પ્રકારના દૂધ જેમ કે,નોન ફેટ મિલ્ક કે સ્કિમ્ડ મિલ્ક વગેરેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી.

Health Tips: દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે? Cholesterol દર્દીએ શું કાળજી રાખવી? જાણો નિષ્ણાંતો પાસેથી

દૂધ એક સંપૂર્ણ આહાર છે. નાનપણથી જ સ્વસ્થ અને ફિટ રહેવા માટે દૂધ પીવડાવવામાં આવે છે. દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કોલેસ્ટ્રોલના દર્દીઓના મનમાં હંમેશા એક સવાલ રહે છે કે આ સમસ્યામાં દૂધ પીવું જોઈએ કે નહીં, શું દૂધ પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ થઈ શકે છે. કોલંબિયા એશિયા હોસ્પિટલના ડાયટિશિયન ડો.અદિતિ શર્માએ જણાવ્યું હતું કે દૂધમાં કોલેસ્ટ્રોલ હોય છે, પરંતુ કેટલાક પ્રકારના દૂધમાં કોલેસ્ટ્રોલ હોતું નથી જેમ કે, નોન ફેટ મિલ્ક કે સ્કિમ્ડ મિલ્ક વગેરે વગેરે.

High cholesterol: Coconut milk linked to a significant increase in 'bad'  cholesterol | Express.co.uk

કોલેસ્ટ્રોલ એટલે શું?

કોલેસ્ટેરોલ મીણ જેવી ચરબી હોય છે જે તમારા શરીર માટે જરૂરી છે, પરંતુ વધુ પ્રમાણમાં તે હાનિકારક હોઈ શકે છે. તે કોશિકાઓના બંધારણમાં મદદ કરે છે, હોર્મોન્સ અને વિટામિન ડી બનાવે છે અને પાચનમાં મદદ કરે છે. શરીરમાં બે પ્રકારના – સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, જેમાં ખરાબ કોલેસ્ટ્રોલના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. આવી સ્થિતિમાં, કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

LDL Cholesterol Lowering Diet: 5 Best Milk Options for High Cholesterol  Patients | TheHealthSite.com

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ પર ખાસ અસર થતી નથી, પરંતુ કોલેસ્ટ્રોલના દર્દીઓએ દિવસમાં એક ગ્લાસથી વધુ દૂધ ન પીવું જોઇએ. આ ઉપરાંત હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા જરૂરી છે.

carolynnyoe

ડો.અદિતી શર્માના જણાવ્યા મુજબ આજના સમયમાં આપણે માત્ર ભેંસ અને ગાયના દૂધનો જ ઉપયોગ નથી કરતા, પરંતુ સોયા મિલ્ક, ચોખાનું દૂધ, બદામનું દૂધ વગેરેનો પણ પ્રયોગ કરીયે છીએ. દૂધમાં પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે જેની આપણા શરીરને જરૂર હોય છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

Superfood or poison, experts tell you whether you need to drink milk for  good health | Jordan Times

દૂધનું સેવન કેવી રીતે કરવું?

ફુલ ક્રીમ દૂધ અને હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ્સમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે, જે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. સ્કીમ્ડ મિલ્ક એટલે કે ટોન્ડ કે ડબલ ટોન્ડ દૂધમાં ફેટ ઓછું હોય છે, તેથી કોલેસ્ટ્રોલ પર તેની ખાસ અસર થતી નથી. આ ઉપરાંત દૂધમાં ઓમેગા-3 ફેટી એસિડ અને કેલ્શિયમ હોય છે, જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. દૂધને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પીવાથી કોલેસ્ટ્રોલ વધતું નથી, પરંતુ તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે.

Got milk GIFs - Get the best gif on GIFER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *