ગુજરાતના ૧૭ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને હીટવેવ અને માવઠાની આગાહી કરી છે. આવતીકાલે મંગળવારે (૧ એપ્રિલ ૨૦૨૫) સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે આગામી ૩ એપ્રિલ, ૨૦૨૫ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ૧૭ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૪ એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat  weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius -  Gujarat Samachar

ગુજરાત રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાના આગાહી કરી છે. જ્યારે આવતીકાલે મંગળવારે હવામાન વિભાગે પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આવતીકાલે મંગળવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨ ડિગ્રી રહેવાની શક્યતા છે.

Cyclone Biparjoy: Over 94,000 persons from 8 coastal districts evacuated;  NDRF, Army, Coast Guard pressed into action

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે મંગળવારે (૧ એપ્રિલ, ૨૦૨૫) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

Gujarat to see unseasonal showers from 29 March-1 April: Thunderstorms to  hit various regions; rising heat may increase fatalities - Gujarat News |  Bhaskar English

ગુજરાત રાજ્યમાં ૨ એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા અને ૩ એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *