જળસંચય અભિયાનથી જળશકિત સંગ્રહમાં ૧૧૯૧૪૪ લાખ ઘનફુટનો વધારો

રાજયના મુખ્યમંત્રીના હસ્તે મહેસાણા તાલુકાના દવાડા ગામેથી કેચ ધ રેઈન-૨.૦’’ નો પ્રારંભ 

રાજ્યમાં ગુજરાતના સ્થાપના દિન ૧ લી મે, ૨૦૧૮ ના દિવસથી શરૂ થયેલ જળસંચય અભિયાન ધીમે ધીમે રંગ લાવી રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં જળસંચય ક્ષેત્રે થયેલી કામગીરીને કારણે રાજ્યમાં કરવામાં આવ્યો હતો. આ પ્રકારના ૧૦૭૬૦૮ કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેનાથી ૧૧૯૧૪૪ લાખ ઘનફુટ જેટલો જળ શક્તિ સંગ્રહમાં વધારો થયો છે ત્યારે આ વર્ષે રાજયના મુખ્યમંત્રીના હસ્તે ૪ એપ્રિલથી કેચ ધ રેઈન-૨.૦’’ નો પ્રારંભ કરાયો છે જે ૩૧ મી મે સુધી કાર્યરત રહેશે.

The Water Cycle! (woo hoo!) on Make a GIF

જળસંચય અભિયાન અંતર્ગત જળ સંચયમાં વધારો થાય, તે માટે મુખ્યત્વે, તળાવો ઉંડા કરવા/અનુશ્રવણ તળાવો, જળાશય/ચેકડેમ ડિસિલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ/નવા કરવા, નહેરોની સાફ સફાઈ મરામત અને જાળવણી, નદી-તળાવ-વોકળામાંથી કાંસની સાફ સફાઈ, નદીઓ પુનઃ જીવિત કરવી, વન તળાવો/તલાવડીઓ કરવી જેવા કામો, માટીપાળા, ગેબીયન, કન્ટુર ટ્રેન્ચ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ જેવા કામો હાથ ધરવામાં આવશે.છેલ્લા છ વર્ષમાં આ પ્રકારના ૧૦૭૬૦૮ કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેનાથી ૧૧૯૧૪૪ લાખ ઘનફુટ જેટલો જળ શક્તિ સંગ્રહમાં વધારો થયો હતો. ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અંતર્ગત સૌરાષ્ટ્રમાં ૧૪૨૭ તળાવો, ૨૦૧ અનુશ્રવણ તળાવો, ૯૩૯ ચેકડેમો, ૩૬૨ જળાશયો ઉંડા ઉતારાયા છે અને ૬૮૭ ચેકડેમો રીપેરીંગ કરવામાં આવ્યા છે, જેના લીધે ખુબ સારા પરિણામો જોવા મળ્યા છે. સીઝનના સારા વરસાદને લીધે પણ જળસંગ્રહ વધુ પ્રમાણમાં થઇ શકયો છે.

From drought to abundance: Sujalam Sufalam Yojana's success story in Gujarat

સુજલામ સુફલામ જળ અભિયાન – કેચ ધ રેઈન-૨.૦’’ નો શુભારંભ મહેસાણા તાલુકાના દવાડા ગામેથી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ સિંચાઈ રાજયમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો, જે ૩૧ મી મે સુધી ચાલશે.આ અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી કામો કરતી વિવિધ સંસ્થાઓની લાગણીને ધ્યાને રાખી ચાલુ વર્ષે થતા માટી/મોરમના કામો માટે પ્રતિ ઘનમીટરના રૂા.પર માં વધારો કરી રૂા.૫૭ પ્રતિ ઘનમીટરનો ભાવ કરેલ છે. જેમાં સરકારનો ૫૦ % હિસ્સો રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *