એચએનજીયુ યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેપરલીક ઘટનાઓ સમાચાર અવાર-નવાર સામે આવે છે. ફેબ્રુઆરી મહિનામાં NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ (ઈંગ્લિશ મીડિયમ) સેમ-1નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (ઉત્તર ગુજરાત યુનિવર્સિટી) હેઠળ આવતી એક સંસ્થામાં સંસ્થાના સંચાલકો અને વહીવટદારો દ્વારા સાહિત્ય આપી ગેરરીતિ કરાવવામાં આવતી હોવાના યુવરાજ સિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે. 

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ 1 - image

યુવરાજ સિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં એક કહેવત છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે. જે લગતું ગુજરાતમાં નકલથી નકલી સુધીનું ચાલી રહ્યું છે. શિક્ષણના વિદ્યા સંકુલ એ વેપારનો અડ્ડો બની ગયો છે. HNGU યુનિવર્સિટી હેઠળ આવતી એક સંસ્થાના પેપરોમાં ગેરરીતિ, ચોરી અને નકલ સામે આવી છે. મારી પાસે ૨૪ વીડિયો છે, જેમાં ઉમેદવારોને ત્યાંના સંસ્થાના સંચાલકો અને વહીવટદારો દ્વારા સાહિત્ય આપવામાં આવે છે. સંચાલકો દ્વારા વોટ્સએપ ચેટ દ્વારા પ્રશ્નોનું માહિતી આપવામાં આવી હતી, જે ટાઇમ ટેબલ પ્રમાણે અગાઉ જ વોટ્સએપમાં પેપર આપી દેવામાં આવ્યું હતું.

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, યુવરાજ સિંહે કર્યા સનસનીખેજ  આક્ષેપ | Paper leaked from WhatsApp in HNGU University college Yuvraj Singh  makes sensational allegations ...

HNGU (હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી) ની પ્રાંતિજની એક્સિપિરિમેંટલ કૉલેજ ઓફ એજ્યુકેશનમાં સંચાલકો દ્વારા નકલ આપવામાં આવી અને વિદ્યાર્થીઓમાં મોબાઈલ AI – આર્ટિફિસલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપતા હતા. અશ્વિન પટેલ અને સંજય પટેલ નામના લોકો દ્વારા આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગેરરીતિ આચરવાનો કીમિયો કરવામાં આવ્યો હતો અને HNGU યુનિવર્સિટી હેઠળની ૮૦૦ કોલેજ દ્વારા આજ રીતે પરીક્ષાઓ ચાલે છે. 

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ 4 - image

HNGU યુનિવર્સિટીનું સાહિત્ય, વોટ્સએપની ચેટ અને વીડિયો છે. જેમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા દેખાય છે. HNGUના સંચાલકો આ જાણે છે, પણ મનફાવે નિયમોનું ઉલ્લઘન કરી,  UGCના નિયમો તોડી કોલેજો ચલાવવામાં આવે છે. ઘણી કોલેજો કોમ્પલેક્ષમાં ચલાવવામાં આવે છે અને નિયમ વિરુદ્ધ ફી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવે છે.

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ 5 - image

યુવરાજ સિંહે માંગણી કરી કે HNGUની પ્રાંતિજની આ કોલેજ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને તેના CCTV જાહેર કરી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે. MCEની પરીક્ષા જ્યાં જ્યાં લેવામાં આવી તેની માહિતી પણ જાહેર કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *