અયોધ્યામાં આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રામ મંદિરમાં પૂજા, આરતી અને સૂર્ય તિલક થયા.
ભગવાન શ્રી રામનું શહેર અયોધ્યા ફરી એકવાર શ્રદ્ધા અને ભક્તિના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. રામ નવમીના શુભ અવસરે અયોધ્યામાં ૨ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. અયોધ્યાનું એક એક કણ હાલ દિવ્ય અને ભવ્ય લાગી રહ્યું છે. લાખો રામભક્તો ભગવાન રામલલાના દર્શન કરવા માટે પડાપડી કરી રહ્યા છે.
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ફરી એકવાર શ્રદ્ધા અને ભક્તિના પ્રકાશમાં ઝળહળી રહી છે. રામ નવમીના શુભ અવસર પર, અયોધ્યામાં ૨ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. અયોધ્યાનો દરેક ઇંચ દિવ્ય અને ભવ્ય લાગે છે. ભક્તિની ભાવના પ્રત્યેક કણમાં હાજર છે. મંદિરોમાં શંખફૂંકાઈ રહ્યા છે. સરયુ નદીના કિનારા દીવાઓથી ઝળહળી રહ્યા છે. અયોધ્યાની ભૂમિ શ્રી રામના જન્મના આનંદ અને ઉન્માદમાં હોય તેવું દ્રશ્ય દેખાઇ રહ્યું છે. આજે આખું અયોધ્યા રામની ભાવનાથી ઉભરાઇ રહ્યું છે.
અયોધ્યામાં આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રામ મંદિરમાં પૂજા, આરતી અને સૂર્ય તિલક થયા. દુનિયાભરના ભક્તોએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા. સવારે ૦૯.૩૦ વાગ્યે, ભગવાન રામલલાનો વિશેષ અભિષેક થયો જે એક કલાક સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ મૂર્તિને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

રામનવમી પ્રસંગે અયોધ્યાના સરયુ તટ પર સંધ્યા આરતી કરવામાં આવી. આ દરમિયાન મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે,
આજે સવારે ભગવાન રામનો અભિષેય કરવામાં આવ્યો. સવારે ૦૯:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ભગવાનનો શ્રૃંગાર થયો. ત્યાર બાદ પ્રસાદ ભોગ ધરાવવામાં આવ્યો. ચૈત્ર શુક્લની નવમી પર બપોરે ૦૧:૦૦ વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ભવ્ય રીતે મનાવવામાં આવ્યો. પહેલા જન્મની આરતી કરવામાં આવી. ભગવાનને ૫૬ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા.


