ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. જો કે અમુક લોકો માટે શેરડીનો રસ ફાયદાના બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે. ચાલો જાણીએ શેરડીનો રસ ક્યારે અને કોણે ન પીવો જોઇએ.
ઉનાળો આવતા જ તમને ઠંડી વસ્તુઓ ખાવા પીવાનું મન થાય છે. આ દિવસોમાં શેરડીના રસના વિક્રેતાઓ રસ્તા પર બધે જ જોવા મળશે. ઉનાળામાં તેનું ધૂમ વેચાણ થાય છે. શેરડીના રસમાં વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. આ સાથે જ તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેના સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તે વજન ઘટાડવા માટે પણ ખૂબ મદદરૂપ છે. કારણ કે તેમાં ફાઇબર હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે શેરડીનો રસ ક્યારે અને કોણે ન પીવો જોઈએ? અમુક લોકો માટે તેનું સેવન એકદમ ખતરનાક સાબિત થઇ શકે છે.
શેરડીનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય
શેરડીનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય એ છે કે તેને ખાલી પેટે પીવો. ખાવાનું ખાધા પછી તેને ક્યારેય ન પીઓ. કારણ કે જ્યારે ભોજન કર્યા બાદ શેરડીનો રસ પીવામાં આવે છે તો તેનાથી શરીરમાં સુગર લેવલ વધી જાય છે. ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે શેરડીનો રસ તેની સાથે ભળી જાય છે, ત્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે.
શેરડીનો રસ કોણે ન પીવો જોઈએ?
આમ તો શેરડીનો રસ ફાયદાકારક છે. પરંતુ જો તમને પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય. જો ઝાડા કે ઉલ્ટીની સમસ્યા હોય તો તેને પીવાનું ટાળવું જોઈએ. જ્યારે તમને શરદી થાય ત્યારે પણ પીવાનું ટાળો. માથાના દુખાવામાં શેરડીનો રસ પીવાથી દુખાવો થઈ શકે છે. જે લોકોને ફૂડ પોઇઝનિંગની સમસ્યા હોય તેમણે પણ તેનાથી બચવું જોઇએ. જો તમને દાંતમાં પોલાણની સમસ્યા હોય તો શેરડીનો રસ ન પીવો. જો તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો પણ તેનું સેવન ન કરો.
Disclaimer : વિશ્વ સમાચાર આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.