એરોબિક એક્સરસાઈઝ એ એક પાવરફુલ શારીરિક કસરત છે જે હૃદય અને ફેફસાંને લાંબા સમય સુધી સક્રિય રાખે છે. આ કસરત કરવાથી વજન પણ ઝડપથી ઘટે છે.
ળતાના કારણે શરીરમાં ઘણી સમસ્યા થાય છે. યોગ્ય ડાયટ અને કસરત દ્વારા ભવિષ્યમાં થનાર શારીરિક સમસ્યા દૂર થઈ શકે છે. પ્રાચીન કાળમાં લોકો આરોગ્યપ્રદ ભોજન કરતા હતા અને વધુ ફિઝિકલ એક્સરસાઇઝ કરતા હતા, જેના કારણે તેઓ ખૂબ જ ફિટ રહેતા હતા.
આજના સમયમાં લોકો વર્કઆઉટ્સ પર ખૂબ જ ઓછું ધ્યાન આપે છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ છો જેમને વર્કઆઉટ માટે સમય નથી મળતો તો તમે એરોબિક એક્સરસાઈઝ સરળતાથી કરી શકો છો. આમ કરવાથી તમે સ્વસ્થ અને ફિટ રહેશો.
એરોબિક એક્સરસાઈઝ એ એક શારીરિક પ્રવૃત્તિ છે જે હૃદય અને ફેફસાંને લાંબા સમય સુધી સક્રિય રાખે છે. આ કસરત કરવાથી શરીર વધુ માત્રામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આમ કરવાથી શરીરની કેલરી અને ચરબી ખૂબ જ ઝડપથી ઓછી થઈ જાય છે, જેનાથી વજન ખૂબ જ ઝડપથી ઘટે છે. વજન ઘટાડવા માટે આ કસરત શ્રેષ્ઠ માનવામાં આવે છે.