રાહુલ ગાંધી: ભાજપને રોકવાની તાકાત માત્ર કોંગ્રેસ પાસે જ છે

અમદાવાદમાં સાબરમતિ તટ ઉપર યોજાયેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનનાં ત્રીજા અને છેલ્લા દિવસે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે વિચારધારાની લડાઇ છે. આવનારા . બંધારણ અમારી વિચારધારા છે. ભારતના બંધારણ પર આજે આક્રમણ થઇ રહ્યું છે. સંસ્થાઓ પર આક્રમણ થઇ રહ્યું છે. સમયમાં અહીં બદલાવ આવશે. લોકોને મૂડ જોવા મળી રહ્યો છે. આ વિચારધારાની લડાઇ છે. બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે દરેક યુનિવર્સિટીમાં કુલપતિ આરએસએસના હોવા જોઇએ. પરંતુ ભાજપ અને આરએસએસ આ બંધારણ પર આક્રમણ કરે છે. જેને માત્ર કોંગ્રેસ જ રોકી શકે છે. બીજી પાર્ટી નહીં રોકી શકે. જે પાર્ટી પાસે વિચારધારા નથી તે ભાજપ-આરએસએસ સામે ઉભી નહીં રહી શકે. જે પાર્ટી પાસે વિચારધારા છે જે તે ભાજપ-આરએસએસને હરાવશે.

Rahul Gandhi Projects :: Photos, videos, logos, illustrations and branding  :: Behance

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ૨૪ કલાક પછાત વર્ગ, દલિત અને આદિવાસી(વનવાસી)ની વાત કરે છે. તેઓ આદિવાસીને વનવાસી કહે છે. તેમની ભાગીદારીની વાત આવે ત્યારે ભાજપના લોકો ચૂપ થઇ જાય છે. તેલંગાણાએ જાતિગત વસતી ગણતરીનું આ ક્રાંતિકારી પગલુ ઉઠાવ્યું છે અને દેશને એક માર્ગ બતાવ્યો છે. ૫૦ % ની જે અનામતની દિવાલ છે તેને સમગ્ર દેશમાંથી દૂર કરી દઇશું. જે શરૂઆત અમે તેલંગાણામાં કરી છે તે દિલ્હી અને સમગ્ર દેશમાં કરવા જઇ રહ્યાં છીએ.

రిజర్వేషన్ల మీద బిగ్ డిబేట్ పెట్టిన రాహుల్ | Rahul Gandhi's Bold Stand on  Reservation Policy

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, લોકો શું વિચારે છે અને વિચારશે તેનાથી મને ફેર પડતો નથી. સત્ય શું છે અને મારે શું કરવું છે તે હું કરવા માગું છું. તેલંગણામાં એક ક્રાંતિકારી પગલું ભર્યું. જાતિગત વસતી ગણતરી. આ પહેલા મે પાર્લામેન્ટમાં નરેન્દ્ર મોદીની સામે કહ્યું હતું કે તમે જાતિગત વસતી ગણતરી કરાવો. દેશને ખબર પડવી જોઇએ કે, દલિત કેટલા છે. પછાત વર્ગ કેટલો છે.કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો દેશભરમાં જાતિ આધારિત વસતિ ગણતરી લાગુ કરશે.

Rahul Gandhi News: Get Latest News Updates, Top Headlines, Photos and  Videos of Rahul Gandhi | The Indian Express

આ અધિવેશનને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ સંબોધન કર્યું હતું.તેમણે કહ્યું હતું કે, જાહેર મિલકતો વેચવામાં આવી રહી છે. તેઓ સરકારી નોકરીઓમાં SC, ST, OBC અનામતને નુકશાન પહોંચાડી રહ્યા છે. જો આમ જ ચાલુ રહ્યું, તો એક દિવસ મોદીજી દેશ વેચીને ચાલ્યા જશે. એરપોર્ટ, બંદર, માઈનિંગ… બધું જ તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

Cong Resolution Targets BJP's 'Pseudo-Nationalism'; Tharoor Takes  Alternative Tone on Party Revival

નેતાઓને કડક સંદેશ : કામ ન થતું હોય તો નિવૃત થઇ જાવ..

મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના નેતાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો હતો. તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરોને કામ ન થતું હોય તો રિટાયરમેન્ટ લઈ લેવા કહ્યું છે. ખડગેએ કહ્યું કે, જે લોકો પક્ષમાં કામ કરી શકતા નથી. તેમણે આરામ કરવાની જરૂર છે. તેઓ પોતાની જવાબદારી નિભાવી શકતા નથી, તો તેમણે હવે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. પક્ષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતોને આધિન કામ કરે છે. આજે આપણે સાબરમતીના તટ પરથી દેશને આગળ વધારવાનો પ્રયાસ શરૂ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *