અમેરિકામાં ફરી હેલિકોપ્ટર ક્રેશ

અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હવાઈ દુર્ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે તાજેતરનો મામલો મેનહેટ્ટનથી સામે આવ્યો છે. માહિતી અનુસાર અહીં હડસન નદીમાં એક હેલિકોપ્ટર ઉડતું ઉડતું નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત ૬ લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે. 

અમેરિકામાં ફરી હેલિકોપ્ટર ક્રેશ, ઉડતું ઉડતું સીધું હડસન નદીમાં સમાયું, પાઈલટ સહિત 6ના મોત 1 - image

આ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો ધસી આવ્યો અને બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે એક પર્યટક હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં ત્રણ બાળકો સહિત ૬ લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પાઈલટ સહિત સ્પેનના ૫ લોકોનો એક પરિવાર સામેલ છે. 

New York helicopter crashes into Hudson River

ન્યૂયોર્કમાં ટૂર માટે ઓપરેટ કરવામાં આવતા આ હેલિકોપ્ટર્સે ૦૨:૫૯ વાગ્યે બપોરે ઉડાન ભરી હતી અને પછી અચાનક બેકાબૂ થઈ ગયું હતું. બપોરે લગભગ ૧૫ મિનિટ બાદના સમયગાળામાં જ નજીકમાં આવેલી નદીમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યાની માહિતી મળી હતી અને તેમાં સવાર લોકો નદીમાં જ ડૂબી ગયા હતા.  

At Least 5 Killed in Hudson River Helicopter Crash

Helicopter Crashes Into Hudson River Next to Jersey City

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *