કેન્દ્ર સરકારે પીએમ પોષણ યોજના હેઠળ સામગ્રી ખર્ચમાં ૯.૫૦% નો વધારો કર્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેમાં વપરાતા મટીરીયલની કિંમતમાં ૯.૫૦ % નો વધારો કર્યો છે. આ વધારાને કારણે, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં લગભગ ૯૫૪ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરશે.

Ahmedabad: PM Nutrition Yojana cooks in Gujarat pay less than big states |  Sandesh

પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ દેશની સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં વિદ્યાર્થીઓને ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેમાં વપરાતા મટીરીયલની કિંમતમાં ૯.૫૦ % નો વધારો કર્યો છે. આ વધારાને કારણે, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં લગભગ ૯૫૪ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરશે. આનાથી વિદ્યાર્થીઓને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળશે તેની ખાતરી થશે.

પીએમ પોષણ યોજના "કુપોષણ"નો શિકાર બની, મેનુમાંથી "નાસ્તો" ગાયબ - midday meal  scheme

શિક્ષણ મંત્રાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું. આ નવા દરો ૧ મેથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ થશે. પીએમ પોષણ યોજના એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે જે હેઠળ ૧૦.૩૬ લાખ સરકારી અને સરકારી સહાયિત શાળાઓને આવરી લેવામાં આવી છે. અહીં, બાલ વાટિકામાં અભ્યાસ કરતા ૧૧.૨૦ કરોડ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧ થી ૮ ને દિવસમાં એકવાર ગરમ રાંધેલું ભોજન આપવામાં આવે છે.

Narendra Modi government | Centre renames Mid Day Meal Scheme as 'PM Poshan  Scheme' - Telegraph India

આ યોજનાનો ઉદ્દેશ્ય પોષણ સહાય પૂરી પાડવાનો અને શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો છે. શિક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, પીએમ પોષણ યોજના હેઠળ, ખોરાક તૈયાર કરવા માટે કઠોળ, શાકભાજી, તેલ, મસાલા અને બળતણ વગેરેની ખરીદી માટે ‘સામગ્રી ખર્ચ’ આપવામાં આવે છે. સામગ્રી ખર્ચ ઉપરાંત, ભારત સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લગભગ ૨૬ લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન પણ પૂરું પાડે છે.

Mid-day meal scheme: Centre's promises end in apathy

ભારત સરકાર અનાજનો ૧૦૦ % ખર્ચ ભોગવે છે. આમાં દર વર્ષે લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયાની સબસિડી અને ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ડેપોથી શાળાઓ સુધી અનાજના ૧૦૦ % પરિવહન ખર્ચનો સમાવેશ થાય છે. યોજના હેઠળ અનાજના ખર્ચ સહિત તમામ ઘટકો ઉમેર્યા પછી, બાલ વાટિકા અને પ્રાથમિક વર્ગો માટે પ્રતિ ભોજન ખર્ચ લગભગ રૂ. ૧૨.૧૩ અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો માટે રૂ. ૧૭.૬૨ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *