અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે પરિષ્કાર-૧ એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની ૭ ગાડી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ૧૮ લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

Gas cylinder leaks in flat in Khokhra, one person suffers minor injuries,  fire brigade team douses the fire | અમદાવાદમાં વહેલી સવારે ભીષણ આગ: પાણી  ગરમ કરવા ગેસ ચાલુ કરતાં જ આગ

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદના ખોખરામાં આગના બનાવને લઈને ફાયર બ્રિગેડની પાંચ ગાડી તાત્કાલિક સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. આગની ઘટનામાં રહેવાસીઓમાં ગભરાટની સ્થિતિ ઊભી થઈ હતી, આ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. 

Gas cylinder leaks in flat in Khokhra, one person suffers minor injuries,  fire brigade team douses the fire | અમદાવાદમાં વહેલી સવારે ભીષણ આગ: પાણી  ગરમ કરવા ગેસ ચાલુ કરતાં જ આગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *