ભાજપે તમિલનાડુમાં ચૂંટણી જીતવા કમર કસી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે આજે તમિલનાડુની મુલાકાત દરમિયાન એઆઈએડીએમકે ના નેતા ઈ પલાનીસ્વામી સાથે ગઠબંધન કર્યું હોવાની જાહેરાત કરી છે. તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકે-ભાજપ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે. 

Lok Sabha election results: Knives out for Tamil Nadu BJP chief after  drawing a blank in Tamil Nadu | Chennai News - Times of India

અમિતશાહે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને એઆઈએડીએમકે ગઠબંધન સાથે મળી રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડશે. તેમજ તમિલનાડુમાં એઆઈએડીએમકે ના નેતાની આગેવાની હેઠળ ચૂંટણી લડવામાં આવશે. વડાપ્રધાન મોદી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ સાથે મળી અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં કામ કર્યું છે.

BJP AIADMK Alliance is solid says bjp tamil nadu vice president 'എഐഎഡിഎംകെ  - ബിജെപി ബന്ധം പാറ പോലെ ഉറച്ചത്': സമവായ നീക്കവുമായി ബിജെപി - BJP AIADMK  Alliance is solid says bjp tamil nadu vice

અમે ડીએમકે માટે કોઈ તક નહીં આપીએ. અમે પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. મને વિશ્વાસ છે કે, આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં એનડીએનો ફરીથી પ્રચંડ બહુમતિ સાથે વિજય થશે. અને તમિલનાડુમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે.

Annaamalai Criticizes AIADMK, BJP Alliance

તમિલનાડુની અંદર ડીએમકે પાર્ટી સનાતન ધર્મ, ત્રણ ભાષા નીતિ જેવા અનેક મુદ્દાઓનો વિરોધ કરી રહી છે. જેનો ઉદ્દેશ પ્રજાને મુખ્ય મુદ્દાઓથી ગેરમાર્ગે દોરવાનો છે. આગામી ચૂંટણીમાં અમે ડીએમકે સરકારના ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા, દલિતો અને મહિલાઓ પર અત્યાચારના મુદ્દાઓ પર લોકોનું ધ્યાન દોરી મત માગીશું. ડીએમકે સરકારે રૂ. ૩૯૦૦૦ કરોડનુ દારૂ કૌભાંડ, સેન્ડ માઈનિંગ સ્કેમ, વીજ કૌભાંડ, ફ્રી ધોતી કૌભાંડ, પરિવહન કૌભાંડ જેવા અનેક ગોટાળાઓ કર્યા છે. જેનો જવાબ આપવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *