ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરુ

રાજ્યમાં થોડા દિવસ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે રવિવારે મહત્તમ તાપમાનમાં ૩-૪ ડિગ્રીનો વધારો થયો હતો. જેના પગલે તાપમાન ૪૪ ડિગ્રી નજીક પહોંચ્યું હતું.

हरियाणा में हाय रे गर्मी: दूसरे दिन सिरसा का पारा 47.7 डिग्री, लू का Red  Alert जारी - heat in haryana-mobile

ગુજરાતમાં થોડા દિવસ ગરમીમાંથી રાહત મળ્યા બાદ હવે ફરીથી ગરમીનો રાઉન્ડ શરુ થયો છે. હવે તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં થોડા દિવસ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે રવિવારે મહત્તમ તાપમાનમાં ૩-૪ ડિગ્રીનો વધારો થયો હતો. જેના પગલે તાપમાન ૪૪ ડિગ્રી નજીક પહોંચ્યું હતું. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સુધી વધારો થશે.

Heat Stroke Prevention: প্রচণ্ড গরমের জেরে গোটা দেশে বাড়ছে মৃত্যুর সংখ্যা,  জেনে নিন হিট স্ট্রোকের লক্ষণ ও প্রতিরোধের উপায়... | 🛍️ LatestLY বাংলা

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તપામાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ૪૦ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયા હતા. ગુજરાતમાં ૩૧.૩ ડિગ્રીથી લઈને ૪૩.૬ ડિગ્રી વચ્ચે મહત્તમ તપામાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ ૪૩.૬ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગમર શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં ૩૧.૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Heat Stroke | Heat Wave | Extreme Heat | Deadly Extreme Heat Wave | Heat  Related Death | Heat Wave Deaths | Heat Wave 2024 | प्रकृति एवं पर्यावरण  में जहर घोलने

ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની હીટવેવ પણ શરૂ થઈ ગઈ હતી. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી પાર ગયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને ૪૧.૬ ડિગ્રી મહત્તમ સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન ૪૧ ડિગ્રી વટાવીને ૪૧.૫ ડિગ્રી પહોંચ્યું હતું.

Heat Wave: Punjab की जानलेवा गर्मी..मौसम विभाग ने बचने की सलाह दी - मीडिया  जगत की हर हलचल पर नज़र || Khabri Media

આગામી પાંચ દિવસ તાપમાન વધશે: IMD

ગુજરાતમાં થોડા દિવસ તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે, હવે ધીમે ધીમે ગરમી વધી રહી છે. ત્યારે આગામી પાંચ દિવસમાં ગરમીનો પારો ૨-૩ ડિગ્રી વધશે. એટલેકે આગામી દિવસોમાં ગરમી ૪૫ ડિગ્રીની સપાટી વટાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે બે દિવસ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Ambedkar Jayanti Ambedkar GIF - Ambedkar Jayanti Ambedkar Jayanti -  Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *