કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો?

VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ 1 - image

આજથી બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દિરા મીના (બામનવાસ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દિરા મીણા)એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Rajasthan Ambedkar Statue Controversy; Bamanwas Congress MLA Indira Meena  Vs BJP | कांग्रेस विधायक इंदिरा मीना ने भाजपा नेता से की मारपीट: शर्ट  फाड़ी, कॉलर पकड़कर खींचा; एसडीएम ...

મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઈન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તક્તી લગાવાની હતી. જોકે આ મામલે ભાજપના બૌંલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત (ભાજપ મંડળના પ્રમુખ હનુમત દીક્ષિત) અને સ્થાનીક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના-જોષીની તક્તી હટાવી દીધી હતી.

Rajasthan Cong MLA assaults BJP leader during argument over Ambedkar statue  plaque

તક્તી હટાવવાની વાત મળતા જ ધારાસભ્ય ઈન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. નવી તક્તી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસતા જતા હતા, ત્યારે મીના તેમની ગાડીના ફુટરેસ્ટ પર ચઢી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી, ત્યારબાદ બંને વચ્ચે મારમારી થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *