આતંકી રાણાને દાઉદ સાથે કનેક્શન છે કે નહીં, NIA કરશે તપાસ

મુંબઈ પરના આતંકી હુમલા અંગે આતંકી રાણાની એનઆઈએ દ્વારા પૂછતાછ થઈ રહી છે અને દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે એનઆઈએ એ હકીકત પણ જાણવાનો પ્રયાસ કરશે કે મુંબઈ પરના હુમલામાં માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમનો કોઈ હાથ છે કે નહીં.

NIA enters crucial interrogation; Dawood Ibrahim also involved? Tahawwur  Rana feigns memory loss - INDIA - GENERAL | Kerala Kaumudi Online

હુમલાના કાવતરામાં દાઉદ કનેક્શન અંગે પણ રાણાને સવાલ કરવાની તૈયારી કરાઇ છે. ડી કંપની સાથે રાણાના નેટવર્કની કોઈ સાંઠગાંઠ છે કે કેમ તે બારામાં તપાસ આગળ ચલાવવામાં આવશે. રાણા આ સવાલોના જવાબમાં શું કહે છે તેના તરફ અધિકારીઓની નજર છે.

Bring Dawood': Raut after US SC permits 26/11 convict's extradition

પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથેની સાંઠગાંઠ અંગે રાણાને સવાલ કરાઈ રહ્યા છે ત્યારે તેમાં દાઉદ કનેક્શનની પણ તપાસ થઈ રહી છે અને તે મહત્વની તપાસ છે તેમ અધિકારીઓ માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *