દાણીલીમડાના કરુણ્ય મંદિરમાં શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્વાન માટે સીએનજી ભઠ્ઠી સાથે સ્મશાનગૃહ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.
કોર્પોરેશને પ્રાણીઓના અગ્નિસંસ્કાર સન્માનજનક રીતે થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજ મૃત પ્રાણીઓના નિકાલ અંગે લગભગ ૪૦ થી ૫૦ ફરિયાદો મળે છે. આમાં લગભગ ૮ થી ૧૦ શ્વાન પણ સામેલ હોય છે.
દાણીલીમડાના કરુણ્ય મંદિરમાં શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્વાન માટે સીએનજી ભઠ્ઠી સાથે સ્મશાનગૃહ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. ૩૦ લાખ રૂપિયાના ખર્ચે શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવામાં આવશે. જેના માટે એક નવી અત્યાધુનિક સીએનજી ફર્નેસ મશીન બનાવવામાં આવશે. ૮૦ કિલોગ્રામ ક્ષમતા ધરાવતું અગ્નિસંસ્કાર મશીન બનાવવામાં આવશે. જેમાં એક સમયે બે શ્વાનનો અગ્નિસંસ્કાર કરી શકાય છે.
નાગરિકોને તેમના પાલતુ શ્વાન પ્રત્યે ઘણી લાગણી હોય છે. જ્યારે કોઈ પાલતુ શ્વાન પરિવારના સભ્યની જેમ ઘરમાં રાખવામાં આવે છે, ત્યારે હવે તેના અંતિમ સંસ્કાર ખૂબ જ સન્માન સાથે થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. સીએનસીડી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, દાણીલીમડાના કરુણા મંદિરમાં સીએનજી ગેસ ભઠ્ઠી સાથે ગુજરાતનું પ્રથમ શ્વાન સ્મશાનગૃહ બનવા જઈ રહ્યું છે. સીએનજી ભઠ્ઠીથી બનેલ શ્વાનનાં સ્મશાનગૃહ પર્યાવરણીય અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક છે.
