પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે?

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરના કારણે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતમાં આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલની કિંમત કોરોના કાળ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. ભારતમાં આયાત કરાઇ રહેલા ક્રૂડ ઓઇલની કિંમત ઓગસ્ટ ૨૦૨૧ બાદ પહેલીવાર ૭૦ ડોલરની નીચે ગઈ છે. આટલું જ નહીં ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત પણ ૬૫ ડોલરથી ઓછી થઈ ગઈ છે. એવામાં સવાલ એ થાય છે કે પ્રજાના પૈસે લીલા લહેર કરી રહેલી પેટ્રોલિયમ કંપનીઓ અને સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો ક્યારે કરશે? ભારત ૮૭ % કાચું તેલ આયાત કરે છે.

The ACCC has released a big report on where to find the cheapest fuel.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતમાં ૮૯ ડોલરની કિંમતમાં ક્રૂડ ઓઇલની આયાત થતી હતી, હવે ઘટીને ૬૯.૩૯ ડોલર પ્રતિ બેરલ થઈ છે. જાણકારોનું માનવું છે કે ગ્લોબલ ટ્રેડવૉર અને મંદીનો ભયના કારણે હજુ પણ ભાવ ઘટાડો થશે. ગોલ્ડમેન સૅશ નું અનુમાન છે કે ૨૦૨૫ ના અંત સુધીમાં ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત ૬૩ ડોલર થઈ જશે.

Petrol and diesel prices today in Hyderabad, Delhi, Chennai, Mumbai - 16  May 2022

સસ્તા ક્રૂડ ઓઇલના કારણે સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ મબલખ કમાણી રહી છે. જાણકારો અનુસાર પેટ્રોલિયમ કંપનીઓ એક લિટર પેટ્રોલ કે ડીઝલ પર ૧૦ થી ૧૨ રૂપિયાનો નફો કરી રહી છે. કારણ કે કાચા તેલની કિંમત તો ઘટી રહી છે પણ પેટ્રોલ ડીઝલ આજે પણ મોંઘું જ વેચાઈ રહ્યું છે. આવક વધારવા માટે સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી પણ બે રૂપિયા વધારી દીધી, જેથી પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી વધુ પૈસા વસૂલી શકાય. જેનાથી સરકારને હજારો કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે કાચા તેલની કિંમત ૬૦ થી ૬૫ ડોલરના સ્તર પર આવી જાય છે પછી પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *