ભારતીય શેરબજારમા આજે ટ્રમ્પના ટેરિફ અંગેના નરમ વલણને કારણે તેજી જોવા મળી છે. જેમા સેન્સેક્સ ૧૬૯૪ પોઈન્ટ ના મોટા ઉછાળા સાથે ૭૬૮૫૨ પર ખુલ્યો. જ્યારે, નિફ્ટી ૫૩૯ પોઈન્ટ વધીને ૨૩૩૬૮ પર ખૂલ્યો હતો. જ્યારે આજે સેન્સેક્સના તમામ ૩૦ શેરમા વધારો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ ૫ % થી વધુના ઉછાળા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૩.૬૩ %, એચડીએફસી બેંકમાં ૩.૧૬ %કા, એલ એન્ડ ટીમાં ૩. ૧૦ %, અદાણી પોર્ટ્સમાં ૨.૪૪ % અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ૩.૪૨ % નો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન, સેન્સેક્સ ૧૫૫૪. ૪૭ પોઈન્ટના વધારા સાથે ૭૬.૭૧૧.૮૩ ના સ્તરે છે.
મંગળવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી. જેમા વોલ સ્ટ્રીટ પર ટેક શેરોના મજબૂત પ્રદર્શન અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ પર ટેરિફ ઘટાડાની જાહેરાત બાદ આ ઉછાળો આવ્યો. આ ઉપરાંત ઓટોમેકર્સને રાહત આપવાના નિવેદનથી પણ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.
જાપાની શેરબજારનો નિક્કી ૨૨૫ ૧.૧૫ % અને ટોપિક્સ ૧.૧૬ % વધ્યો. ઓટો શેરોમાં જોરદાર ખરીદીથી સુઝુકી મોટર ૫.૨૮ %, મઝદા ૫.૦૮ % , હોન્ડા ૫.૦૫ % અને ટોયોટા ૪.૯૩ % ઉછળ્યા હતા. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૩૯ % વધ્યો, પરંતુ કોસ્ડેક ૦.૩૨ % ઘટ્યો. કિયા કોર્પના શેરમાં ૨.૮૯ % અને હ્યુન્ડાઇ મોટરના શેરમાં ૨.૫૭ %નો વધારો થયો. હોંગકોંગના હેંગ સેંગ ફ્યુચર્સ પણ મજબૂત શરૂઆતનો સંકેત આપ્યા છે.