ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ % નો વધારો કર્યો છે.
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ % નો વધારો કર્યો છે. કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવશે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જાણકારી આપીને સોશિયલ મીડિયા હન્ડલ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે. જેમાં તેમણે વિગતવાર આ નિર્ણયને લઈ ઉલ્લેખ કર્યો છે.