ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો

ટ્રમ્પ: અમેરિકામાં લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે.

Donald Trump's Tariffs Are Back – What This Means for the Stock Market ? -  YouTube

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે.  

The World Reacts To Trump's Tariffs And Its Not Sunny. Macron Calls For  Suspension Of Investments In US , Canada Slaps 25% Tariffs On US Cars, And  For Apple-Its Back To Square

ડોનાલ્ડ ટ્રમ્પે ૧૮૦૦ ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનો સૌથી ધનિક રાષ્ટ્ર હતો. જોકે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂર જ નહીં રહે. 

Trump slaps reciprocal tariffs on every nation and sends stock futures into  chaos as world reacts: Live updates

આવકવેરામાં કોઈપણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે.

A fool and his trade war | The Week

ટ્રમ્પે દાવો કર્યો કે ૧૮૮૦ ના દાયકામાં એક સમિતિ બનાવાઈ હતી જેનું કામ એ હતું કે નક્કી કરે કે ટેરિફથી ભેગા કરેલા પૈસાનું શું કરીએ, કોને આપીએ. ૧૯૧૩ માં આ લોકોએ હોંશિયારીપૂર્વક ઈનકમ ટેક્સ સિસ્ટમ લાગુ કરી દીધી. પછી ૧૯૩૧-૩૨ માં ફરી ટેરિફ પાછો લાવવા પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. લોકો ગ્રેટ ડિપ્રેશન માટે ટેરિફને દોષ આપે છે. જોકે ડિપ્રેશન તો પહેલા જ આવી ગયું હતું.

US tariffs: Donald Trump takes the world for a ride - The Economic Times

આવક વિશે સવાલ કરવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ મારા કાર્યકાળ દરમિયાન દરરોજ બે થી ત્રણ અબજ ડૉલરની કમાણી કરી હતી. અગાઉ ક્યારેય આટલી આવક થઇ નહોતી. આ સેંકડો અબજ ડૉલર વાર્ષિકની વાત છે. હાલમાં મેં આ આવકને અટકાવી દીધી છે કેમ કે આ એક ટ્રાન્ઝિશન છે. થોડીક તો ફ્લેક્સિબિલિટી બતાવવી પડશે. 

Here's how countries have retaliated against Trump's tariffs - The  Washington Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *