મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકુફ રાખવા માટે અપીલ કરી છે. કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.
મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું કે, આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજમાં રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ચૂંટણી કમિશનને કરી છે.