
વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણીની તારીખો હજુ સુધી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષ ૨૦૨૨ ની વિધાસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે લડી હતી. પરંતુ હવે બંને પાર્ટીએ ગઢબંધન તોડી નાખ્યું છે. આ ગઢબંધન તૂટ્યા બાદ ૧૦૦ આપ કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.

૧૦૦ આપ કાર્યકરોએ પાર્ટીને અલવિદા કહીને કોંગ્રેસનો હાથ પકડ્યો
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઢબંધન તૂટવાને કારણે આપને ઝટકો લાગ્યો છે. અમદાવાદ અને સુરતના 100 આપ કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવી સભ્યપદ અપાવ્યું હતું. આ પ્રસંગે શક્તિસિંહે કહ્યુ કે આપ કાર્યકરોના ખભાનો દુરૂપયોગ થઈ રહ્યો હતો. સામાન્ય ગુજરાતીઓનું ભલું થાય તે દિશામાં કોંગ્રેસ કામ કરશે. તેમણે કહ્યું કે આપણા તેજસ્વી યુવાનો ડ્રગ્સના દૂષણમાં હોમાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે પેટા ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય લીધો છે.

આપ કાર્યકરોને પક્ષમાં જોડ્યા બાદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન
ગુજરાતમાં આપ-કોંગ્રેસ ગઠબંધન તૂટવા સાથે આપ માં ગાબડું પડ્યું છે. અમદાવાદ અને સુરતના ૧૦૦ આપ કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ૧૦૦ આપ કાર્યકરોને શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવી સદસ્યતા અપાવી છે. આપ કાર્યકરોને પક્ષમાં જોડ્યા બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દૂધમાં સાકરની જેમ સેવા સમાજ માટે કોંગ્રેસમાં જોડાઈ જજો… આપ કાર્યકારોના ખભાનો દુરુપયોગ થઈ રહ્યો હતો. સામાન્ય ગુજરાતીનું ભલું થાય તે દિશામાં કોંગ્રેસ કામ કરશે. આપણા તેજસ્વી યુવાનો ડ્રગ્સના દૂષણમાં હોમાઈ રહ્યા છે, તેની સામે સૌએ સાથે મળી કામ કરવાનું છે સૌને પાર્ટીમાં આવકારું છું.આજે જ આપણે પેટા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધનના બદલે એકલા લડવાનો નિર્ણય લીધો છે.